MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોહાણા સમાજ અગ્રણી નૈમિષભાઈ પંડિત નો જન્મદીન તેમના મિત્રો દ્વારા ઉજવાયો
MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોહાણા સમાજ અગ્રણી નૈમિષભાઈ પંડિત નો જન્મદીન તેમના મિત્રો દ્વારા ઉજવાયો
મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહીત ના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં મિત્ર ના જન્મદીન ની પ્રેરક ઉજવણી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી લોહાણા સમાજ ના અગ્રણી ઉદ્યોગપતિ નૈમિષભાઈ કનુભાઈ પંડિત ના જન્મદીવસ ની ઉજવણી તેમના મિત્રો દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ નિર્મલભાઈ જારીયા, સહદેવસિંહ ઝાલા, નેવિલભાઈ પંડિત, લખનભાઈ કક્કડ, હાર્દિકભાઈ રાજા, બિનીતભાઈ બુદ્ધદેવ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, રવિભાઈ કોટેચા, રોનકભાઈ કારીયા, પપ્પુભાઈ ચંડીભમર, નિરવભાઈ હાલાણી, સંજયભાઈ હારાણી, પારસભાઈ ચગ, શ્યામભાઈ ચૌહાણ, નિખિલભાઈ છગાણી, અંકિતભાઈ પટેલ, તેજશભાઈ પનારા, લવભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ સહીત ના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના અગ્રણીઓ દ્વારા મિત્ર ના જન્મદીન નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.