BANASKANTHAPALANPUR

લોકસાહી ની જીવંત રાખવા અંબાજી માં સ્થાનિક મતદારો ગ્રામ પંચાયત ની વહેલી તકે ચુંટણી કરાવવાં માંગ કરી રહ્યા છે

26 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
લોકસાહી ની જીવંત રાખવા અંબાજી માં સ્થાનિક મતદારો ગ્રામ પંચાયત ની વહેલી તકે ચુંટણી કરાવવાં માંગ કરી રહ્યા છે. અંબાજી ગ્રામ પંચાયત ની 18 બેઠકો માં 27 ટકા ના સુધારા સાથે નવી બેઠકો જાહેર કરવામાં આવી તબક્કે ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ને લઇ એક નવું વાતાવરણ ઉભુ થવા જઇ રહ્યુ છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ગ્રામ પંચાયત ની મુદ્દત ત્રણ વર્ષ કરતાં વધુ સમય થી પુરી થયા હોવા છતાં અંબાજી ગ્રામ પંચાયત ની ચુંટણી કરવાનાં બદલે ગ્રામ પંચાયત માં વહીવટદાર ને બેસાડી દેવામાં આવ્યા છે. જ્યારે લોકસાહી ની જીવંત રાખવા સ્થાનિક મતદારો ગ્રામ પંચાયત ની વહેલી તકે ચુંટણી કરાવવાં માંગ કરી રહ્યા છે. જ્યારે એ પણ જાણવા મળી રહ્યુ છે કે સરકાર ખાસ કિસ્સા જેવા કે ભુકંપ કે અન્ય કોઇ મોટી હોનારત હોય તો જ ચુંટણી રોકી શકે બાકી કાયદા માં ચુંટણી રોકી રાખવાનો નિયમ ન હોવાનું મતદાર કાયદા માં ભાષા માં વાત કરી હતી. જ્યારે ચુંટણી નું વાતાવરણ બની જ રહ્યુ છે. ત્યારે અંબાજી ગ્રામ પંચાયત ના અગાઉ 29 વોર્ડ માંથી 18 વોર્ડ કરાયાં બાદ જે બેઠકો નિયમ થયેલી હતી ત્યારે તાજેતર માં ચુંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે અંબાજી ગ્રામ પંચાયત ની 18 બેઠકો માં 27 ટકા ના સુધારા સાથે નવી બેઠકો જાહેર કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર-1 જે સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ ની સ્ત્રી બેઠક હતી તેને બદલી સામાન્ય સ્ત્રી બેઠક કરી દેવાઇ છે. જ્યારે વોર્ડ નંબર-2 ની બેઠક ને અનુસુચીત જનજાતી સ્ત્રી બેઠક જાહેર કરવામાં આવી છે અને વોર્ડ નંબર-3 થી 7 સુધી ની બેઠક સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ વાળી સ્ત્રી બેઠક કરવામાં આવી છે. ને વોર્ડ નંબર-8-9-10 જે સામાન્ય સ્ત્રી બેઠક હતી તેને બદલી સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ સામાન્ય તેમજ અનુસુચિત જનજાતી સામાન્ય બેઠક કરવામાં આવી છે. વોર્ડ નંબર-11 થી 14 ની સામાન્ય બીન અનામત હતી તેના બદલે સામાન્ય સ્ત્રી બેઠક કરાઇ છે. અને 15 અને 16 ની બેઠક જે સે થે રાખવામાં આવી છે. ત્યારે 17 ને અનુસુચિત જનજાતી સામાન્ય અને 18 ને સામાન્ય બીન અનામત જાહેર કરવામાં આવી હોવાનું ગ્રામ પંચાયત ના એન.જે.ચૌધરી વહીવટદારેજણાવ્યુ હતુ. તસવીર- અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ

Back to top button
error: Content is protected !!