ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવી,

ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન, વાઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવી,

ભાજપ પ્રેરિત પેનલના ચેરમેન દિપકભાઈ પટેલ ની અઢી વર્ષની મુદત પુરી થતા નવા ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ પાંજરોલીયા તથા વાઇસ ચેરમેન પ્રિયાંક દેસાઈ ને વધુ અઢી વર્ષ માટે રીપીટ કરવામાં આવ્યા
એપીએમસી એક્ટ ૨૦૨૦ પ્રમાણે ૨ ટર્મ થી વધુ સમય માટે ચેરમેન બની ના શકે જેના અનુસંધાને દીપકભાઈ પટેલના સ્થાને ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી
ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં ચેરમેન વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પુરી થતા નવા ચેરમેન વાઇસ ચેરમેન ની નિમણુંક સર્વાનુમતે કરવામાં આવી છે, પ્રથમ અઢી વર્ષ માટે ભાજપ પ્રેરિત પેનલ ના દીપકભાઈ પટેલ ચેરમેન તરીકે ફરજ બજાવી હતી જેના સ્થાને હવે નવા ચેરમેન તરીકે ભાજપના ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની નિમણૂક કરવામાં આવી છે, વાઇસ ચેરમેન તરીકે પ્રથમ અઢી વર્ષ માટે પ્રિયાંકભાઈ દેસાઈ વાઇસ ચેરમેન હતા તેમને વધુ અઢી વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે રીપીટ કરવામાં આવ્યા છે, ઝઘડિયા એપીએમસીની સામાન્ય ચૂંટણી અઢી વર્ષ પહેલા યોજાઈ હતી, નવી વિજેતા થયેલ પેનલમાં દીપકભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયાંકભાઈ દેસાઈ ચૂંટાયા હતા, વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પુરી થતા નવા વાઇસ ચેરમેનની નિમણુંક કરવાની હતી, આજરોજ ઝઘડિયા એપીએમસી ખાતે નવા ચેરમેન વાઇસ ચેરમેનની નિમણુંક માટે સમિતિના ડિરેક્ટરોની સભા મળી હતી જેમાં સર્વાનુમતે ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયાંકભાઈ દેસાઈને વધુ અઢી વર્ષ માટે રીપીટ કરવામાં આવ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે એપીએમસી એક્ટ ૨૦૨૦ પ્રમાણે ૨ ટર્મ થી વધુ સમય માટે ચેરમેન બની ના શકે જેના અનુસંધાને દીપકભાઈ પટેલના સ્થાને ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયા ની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે, નવા નિમણુંક પામેલા ચેરમેન વાઇસ ચેરમેનને ઉપસ્થિત ડિરેકટરો અને એપીએમસી કર્મચારીગણ તાલુકા ભાજપ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી, આ પ્રસંગે ઝઘડિયા ના ધારાસભ્ય રિતેશ વસાવા, દુધધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઈરફાનખત્રી
રાજપારડી



