GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: “પ્લાસ્ટિકમુક્ત ગુજરાત, પ્લાસ્ટિકમુક્ત ભારત” માત્રાવડ ગામ ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અન્વયે પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાયો

તા.૨૬/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વર્તમાન સમયમાં પ્લાસ્ટિકના લીધે પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે, આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ અને સ્વસ્થ જીવન મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા “પ્લાસ્ટિકમુક્ત ગુજરાત, પ્લાસ્ટિકમુક્ત ભારત” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે દેશભરના વિવિધ વિસ્તારોમાં લોક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
આ અભિયાનમાં સામેલ થવાના ભાગરૂપે રાજકોટ જિલ્લાના માત્રાવડ ગામ ખાતે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેના ભાગરૂપે નગરપાલિકાના ટીપરવેનમાં પ્લાસ્ટિક કચરો એકઠો કરીને ગામની શાળા, આરોગ્યકેન્દ્ર, મંદિર સહિતના વિવિધ વિસ્તારોને સાફ કરવામાં આવ્યા હતા.



