ખેડબ્રહ્મા ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમનું આયોજન કરાયુ
ખેડબ્રહ્મા ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમનું આયોજન કરાયુ
**
સાબરકાંઠાના ખેડબ્રહ્મા મેઘદર્શન સોસાયટી ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડબ્રહ્મા નગરપાલીકા વિસ્તારમાંથી ૫૬ જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.
આ તાલીમમાં બાગાયત અધિકારીશ્રી વી.જે.ચૌધરી દ્વારા બાગાયત ખાતાના ‘’ગ્રો મોર ફ્રૂટ ક્રોપ’’ અભિયાન વિષે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મદદનીશ બાગાયત નિયામકશ્રી જે.એમ.પટેલ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ તથા કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા, ઘર આંગણે કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો, તેમાં ઉપયોગી વિવિધ મીડિયા તથા સાધનો વિષે ખુબ જ વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. બાગાયત મદદનીશશ્રી એન.આર.પટેલ દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ ,ફળ અને શાકભાજીની વિવિધ મુલ્યવર્ધન બનાવટો વિષે માહીતી આપવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોસ્તાહિત કરવામાં આવ્યા હતા.
આ તાલીમમાં બાગાયત વિભાગ સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા