નવસારી મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરા ધારકો માટે એક બહુજ સરાહનીય યોજના બાહર પાડી છે. અવાર નવાર આ યોજનાનું લાભ લેવા બાકી વેરા ધારકોને સચેત કર્યા છે. આ શ્રેષ્ઠ વળતર યોજના હેઠળ આર્થિક બચતનો લાભ ઉઠાવવા ફરી એક વાર તમને યાદ આપવી રહ્યા છે. જો જો… મિલકત વેરા પર 10% વળતરનો લાભ લેવાનું ચૂકતા નહિ! નવસારી મહાનગરપાલિકા તરફથી આપવામાં આવતી વળતર યોજના અંતર્ગત, 30/06/2025 સુધીમાં મિલકત વેરો ભરવાથી મેળવો સીધો 10% રિબેટ! હવે સમય છે વિચારનો નહિ, બચતનો!