MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મીં) પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાન) ખોલવા અંગે અરજીઓ મંગાવવામાં આવી

 

MALIYA (Miyana):માળીયા (મીં) પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાન) ખોલવા અંગે અરજીઓ મંગાવવામાં આવી

 

 

સરકારનાં અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગનાં સંકલિત ઠરાવ ક્રમાંક : વભદ/૧૦/૨૦૧૫/૨૬૨૪/ક તા.૨૬/૦૮/૨૦૧૫ ની જોગવાઇઓ પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાના માળીયા-૪ ગામ/વિસ્તારમાં સા.શૈ.પછાત વર્ગને અગ્રતાક્રમ સાથે નવા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાન) ખોલવાના થાય છે. જે અન્વયે ઉકત જણાવેલ ઠરાવમાં દર્શાવેલ અગ્રતાક્રમ તેમજ શરતો મુજબ વાજબી ભાવની દુકાન શરૂ કરવા માટે નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.

 

નિયત નમુનામાં કોરા અરજીપત્રકો (અગ્રતાક્રમ તથા બોલીઓ અને શરતો) જે તે તાલુકા મામલતદાર કચેરીથી રૂબરૂમાં વિનામુલ્યે કામકાજના કલાકો દરમિયાન તા.૧૪/૦૬/૨૦૨૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) અથવા સરકારશ્રીના https://ipds.gujarat.gov.in/iLMS પોર્ટલ પરથી મેળવી લેવાના રહેશે. અરજદારે વિભાગના તા.૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવમાં નિયત થયેલ નમુનામાં અરજી પત્રકો સંપુર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરી તે જ કચેરીમાં તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં પહોંચાડવા તથા ઓનલાઇન ભરી આપવાના રહેશે. અરજીપત્રક ઉપર રૂ.૧૦૦/- ની કિંમતનો નોન-જ્યુડીશ્યલ એધેસીવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે. મુદત બહાર તેમજ અધુરી વિગતે રજુ થયેલ અરજી પત્રકો રદબાતલ ગણવામાં આવશે.

 

આ જાહેરાતથી જે દુકાનો માટે અરજી આવશે તેની વિભાગના તા.૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા પુરવઠા કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!