
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : લ્યો બોલો..અરવલ્લી જિલ્લામાં જ્ઞાન સહાયકોને કરાર પૂર્ણ થયાનો 1 મહિનો થયો, પણ એપ્રિલના પગાર ના ઠેકાણા નથી..!!!
અરવલ્લી જિલ્લા માં ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં શિક્ષણની નવી શિક્ષણ નીતિ ને લઇ યોજના જ્ઞાન સહાયકમાં ઘણા કરાર આધારિત શિક્ષકો નોકરી કરે છે.જ્ઞાન સહાયક ના જણાવ્યા અનુસાર અને પરિપત્ર મુજબ કરાર 5 મે 2025 ના રોજ પૂર્ણ થયેલ છે.કરાર અનુસાર 25 દિવસ થી પણ વધારે સમય થયો પણ હજુ સુધી એપ્રિલ મહિના નો અને મે મહિનાના 4 દિવસનો પણ પગાર થયેલ નથી.આ બાબત ખૂબ જ ગંભીર કહેવાય જ્ઞાન સહાયકના જણાવ્યા અનુસાર કે અમે ભીખ નથી માગતા પોતે કરેલ કાર્ય નું વેતન માંગીએ છીએ તેમ જણાવ્યું હતું .જેના પગલે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ ડીઇઓ કચેરીથી પગાર જલ્દી થાય તેવી માંગ સાથે જ્ઞાન સહાયકોની માંગણી છે.તે અંગે ની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી પગાર ની માંગ કરી હતી
અરવલ્લી જિલ્લામાં બહાર જિલ્લાના પણ લોકો જ્ઞાન સહાયક તરીકે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવે છે તે લોકો ભાડે મકાન રાખી રહેતા છે એ લોકોને ભાડુ આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે આ એક ગંભીર બાબતે છે. બીજી તરફ જ્ઞાન સહાયકો પગાર બાબતે જિલ્લા DEO કચેરી ખાતે વાત કરાતા સરખો જવાબ પણ ન મળતો હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે ત્યારે જરૂરી તંત્ર આ બાબતે ધ્યાન દોરે અને ઝડપથી પગાર કરે તેવી માંગ સેવાઈ રહી છે



