BODELICHHOTA UDAIPUR

ગાંધીનગર ખાતે નેશનલ કક્ષાના એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫ થી ૧૪-રાજયોના શિક્ષકો સાથે છોટાઉદેપુર જિલ્લાના ૩-પ્રાથમિક શિક્ષકોને સન્માનિત કરાયા.

સર્વશક્તિમાન પરમાત્માએ જ માતા પ્રકૃતિની મદદથી વિશ્વનું નિર્માણ કર્યું છે. આજના પર્યાવરણનું રક્ષણ એ આવતીકાલની ભાવિ પેઢીના શ્વાસનું રક્ષણ છે. છોટાઉદેપુર તાલુકાના શ્રી પ્રવિણભાઈ પટેલિયા અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા તથા શ્રી જગદીશભાઈ મકવાણા રોજકુવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા અને બોડેલી તાલુકાના વાલોઠી સી.આર.સી. કો. ઓર્ડીનેટર શ્રી નટવરસિંહ કે. ચૌહાણ ને ગાંધીનગર ખાતે જ્ઞાન લાઇવના ડિરેક્ટર ચેતન પટેલ, પર્યાવરણ સંરક્ષણના પ્રણેતા અને મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ શ્રી પુલકિતભાઈ જોશી અને મહાનુભાવોના હસ્તે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫ થી તા.૨૫.૦૫.૨૦૨૫ ના રોજ સન્માનિત કરવામાં આવ્યા. ગત ૨૭ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સમગ્ર રાજ્યના ૨,૫૨૫ જેટલા શિક્ષકોને “હું છું પર્યાવરણ સંરક્ષક ” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રવિણભાઈ પટેલિયા, જગદીશભાઈ મકવાણા અને નટવરસિંહ ચૌહાણ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંયોજક તરીકે ખૂબ સારી કામગીરી કરેલ તેમજ પર્યાવરણ ક્ષેત્રે તેઓએ કુદરતી સંપત્તિના સંવર્ધન હેતુ વૃક્ષારોપણ, કિચન ગાર્ડન, ઔષધ ક્યારા નિર્માણ, પ્લાસ્ટિક મુક્ત શાળા, મારી શાળા ગ્રીન શાળા, સરગવાના રોપા વિતરણ જેવા પ્રોજેક્ટ પર કામગીરી કરી પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ માટે કરેલ કામની નોંધ લઈ જ્ઞાન લાઈવ દ્વારા શિલ્ડ અને અર્લી બર્ડ આઈ.એ.એસ. દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ-૨૦૨૫ માં સમગ્ર ભારત દેશના ૧૪ રાજ્યોના ૬૦ જેટલા શિક્ષકો અને “હું છું પર્યાવરણ સંરક્ષક-૨૦૨૫” કાર્યક્રમમાં જિલ્લા સંયોજક ની ભૂમિકામાં રહેલ ગુજરાત રાજ્યના ૬૦ શિક્ષકો મળી કુલ ૧૨૦ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મદદનીશ સચિવ શ્રી ગુ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર પુલકિતભાઈ જોશી, શ્રી ગજેન્દ્રભાઈ જોશી શિક્ષણવિદ્ ગુજરાત, અર્લી બર્ડ આઈ.એ.એસ.ના ડિરેક્ટર શ્રી મહેશભાઈ, જ્ઞાન લાઈવ ડિરેક્ટર શ્રી ચેતનભાઇ પટેલ, ચેરમેન શ્રી મેટ્રો કલ્ચર ક્લબ બીનાબેન પટેલ, ગાંધીનગર મેટ્રો ડેઇલીના એડિટર શ્રી મુકેશભાઈ પટેલ, માનનીય શ્રી બી.જે. પાઠક નિવૃત આઈ.એફ.એસ. ગાંધીનગર-ગીર ફાઉન્ડેશન, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ અને માધવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી હાજર રહી પર્યાવરણ સંરક્ષણના વિચારને સમગ્ર ભારતમાં ફેલાવવા સમગ્ર ભારતના ૧૨૦ જેટલા શિક્ષકોને સન્માનિત કર્યા હતા તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. છોટાઉદેપુર જિલ્લાના ૩-પ્રાથમિક શિક્ષકોનું ગાંધીનગર ખાતે સન્માન થતાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. જેને લઇ સમગ્ર જિલ્લાના શિક્ષકો, અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!