યાત્રાધામ અંબાજી ખાતે 35 વર્ષના યુવકનો મૃતદેહ મળતા ચકચાર

28 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
યાત્રાધામ અંબાજી ખાતે અંબિકા વિશ્રામ ગૃહ ની પાછળના ભાગે ભારે દુર્ગંધ મારતી હોવાની હકીકત અંબાજી પોલીસને અપાતા પોલીસે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અંબિકા વિશ્રામ ગૃહ ના પાછળના ભાગે તપાસ કરતા ભોંયરા માંથી ભારે દુર્ગંધ આવતી હતી ત્યારે પોલીસ સાથે અન્ય કર્મચારીઓ મળીને ભોયરા માં તપાસ કરતા એક મૃતદેહ મળી આવ્યો હતો જેની અંદાજે ઉંમર ૩૫ વર્ષ જોવા મળી હતી જોકે આ મૃતદેહ કોનો છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી ને અંબાજીના પીઆઇ આર બી ગોહિલ તેમજ મંદિર ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસર પાયલ બેન પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા સદર બાબતે તપાસ કરતા મરનાર યુવક આદિવાસી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ તે અંબાજી કુંભારિયા જોડ વિસ્તારમાં રહેતા હોવાને કેટલીક હકીકતો પ્રાપ્ત થઈ હતી જોકે અંબાજી પોલીસે સદર મૃતદેહનો કબજો મેળવીને તેને અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે મરનાર બાબતે એમને મરવાના કારણ બાબતે વધુ તપાસ હાથ ધરી છે તસવીર- અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ






