Rajkot: રાજકોટ શહેરમાં રિમોટ સંચાલિત ડ્રોન, સહિતના ઉપકરણો ઉડાડવા પર પોલીસ કમિશનરશ્રીનો પ્રતિબંધ
તા.૨૮/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવગ્રસ્ત સંજોગોને ધ્યાને લેતાં, જાહેર સલામતી તથા કાયદો-વ્યવસ્થાના જતન માટે રાજકોટ શહેરમાં રીમોટ સંચાલિત ડ્રોન સહિતના ઉપકરણો ઉડાડવા પર શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાએ પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ અંગે જારી કરાયેલા આદેશોમાં જણાવાયું છે કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરેટની હદમાં રીમોટથી સંચાલિત ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર / પેરા ગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલૂન, પેરા જમ્પિંગ ચલાવવાની / કરવાની તથા કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ આદેશો ૨૮મી મેથી ૩૧મી મેના રોજ રાતે ૨૪ કલાક સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે. પોલીસ વિભાગ, સુરક્ષા બળો તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉપરોક્ત સંસાધનોના ઉપયોગમાંથી મુક્તિ અપાઈ છે.