GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના ૨૨થી વધુ ગામોમાં ‘પ્લાસ્ટિકમુક્ત અભિયાન’ અંગે ગ્રામ સભા યોજાઈ

તા.૨૮/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વિશ્વ પર્યાવરણની દિવસની “Ending Plastic Pollution Globally” (વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”) થીમની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં પ્લાસ્ટિકના પ્રદુષણ સામે લડત ચલાવવામાં આવી રહી છે.

જે અનુસંધાને રાજકોટ જિલ્લા અને શહેરના વિવિધ વિસ્તારોમાં ‘પ્લાસ્ટિકમુક્ત અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના શહીદ ખારચીયા, ભાડલા, મોટી પાનેલી, થોરાળા, મેવાસા, સરધારપુર, ગુંદાસરી સહિતના ૨૨થી વધુ ગામોમાં ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા, ઘર અને જાહેર સ્થળે સ્વચ્છતા જાળવવા અને ભીનો અને સૂકો કચરો ટીપર વેનમાં નાખવા સહિતની બાબતો પર ગામલોકોને વિગતવાર સમજાવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!