
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાપુતારા ખાતે ફોટોગ્રાફર તરીકે કામ કરતો યુવક સાઇબર નો ભોગ બન્યો છે. જેમાં યુવકને Dream 11 પર જીતાડવાની લાલચ આપીને તેની પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા ૩૧,૯૯૮/- રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.જે બાદ સાયબર ફ્રોડ થયેલ હોવાનો જણાઈ આવતા યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.મૂળ બિહારનો રોશન ચંદુભાઈ મંડલ (હાલ રહે. થાનાપાડા તા.સુરગાણા, જી.નાશિક મહારાષ્ટ્ર) એ ઈન્સ્ટાગ્રામ એપ્લીકેશનમાં રીલ જોઈ રહ્યો હતો, ત્યારે એક રીલના યુઝર ના વિડીયો સાથે ટેલીગ્રામ લીંક આપેલ હતી, અને તે વિડિયોમાં ટેલીગ્રામ ચેનલમાં જોઇન થઈને Dream 11 ગેમ એપ્લીકેશનમાં જીતવા માટે કૉન્ટેક્ટ કરવા જણાવેલ હતુ. જેથી યુવકે તેના મોબાઇલ ઉપર આવેલ આ ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનની રીલ સાથે આપેલ લીંક ક્લિક કરીને ટેલીગ્રામ એપ્લીકેશન ખોલેલ તેમા એક ટેલીગ્રામ ચેનલ ખુલેલ હતી, જેમાં Dream 11 ગેમ IPL મેચના બુકીંગ માટે વોટસઅપ લીંક આપેલ હતી, જે લીંક પર કલીક કરવાથી વોટસઅપ ઓપન થયેલ હતુ. જેમાં મે HI કરીને મેસેજ કરેલ ત્યારે સામેથી મેસેજ આવેલ કે, Ok Pay and join prime membership 1999/- પછી યુવકને અજાણ્યા નંબર પરથી એક QR CODE આવેલ જેમાં મને મેમ્બરશીપ માટે રૂ. 1999/- નાખવા કહેતા, યુવકે તેણે આપેલ QR CODE મારફતે પહેલા રૂ. ૧૯૯૯/- ટ્રાંન્સસફર કરેલ હતા, બાદમાં વોટસઅપમાં મેસેજ આવેલ અને તેમાં Dream 11 માં જીતાડવાની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યા હતા અને કુલ રૂપિયા ૩૧,૯૯૮/- રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. અને બાદમાં પણ અંદાજે 16000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ યુવક પાસે આટલી રકમ ન હોય જેથી યુવકે ટ્રાંસફર કરેલ ન હતા, અને યુવકે તેમને કોલ અને મેસેજ કરીને કહેલ કે, મારા રૂપીયા પાછા રીફંડ કરી આપો તો યુવકને પાછા રીફંડ નહી કરવાનુ જણાવતો હોય અને ટ્રાંસફર કરાવેલ રકમ પાછી ખાતામાં નાખતા ન હોય જેથી યુવકને લાગેલ કે તેની સાથે આ ફ્રોડ થયેલ છે. જેથી યુવકે આ સાયબર ફ્રોડ અંગે સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.સાપુતારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




