MAHISAGARSANTRAMPUR
મહીસાગર જિલ્લા માં તાજેતરમાં આવેલા વાવાઝોડું અને પડેલ વરસાદ થી બે કાચાં મકાનો ધરાશયી થતા એક વ્યક્તિ નું મોત નિપજેલ છે.


રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

બનાવની વિગત એવી છે કે ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે વરસાદ અને વાવાઝોડાના કારણે બે કાચાં મકાનો અચાનક જ ધરાશયી થઈ ગયેલ અને આ બનાવ રાત્રીના સમયે બનતાં મકાન માં સુઈ રહેલા પરીવારજનો અચાનક મકાન તુટી પડતાં કાટમાળમાં દબાયેલ ને પરીવારજનો ની બુમરાણ ને મકાન ધરાશયી થતા તેના અવાજ થી આજુબાજુના લોકો ધટના સ્થળે દોડી આવી ને મકાન નાં કાટમાળ નીચે દબાઈ ગયેલાં ઓને બચાવવા માટે ની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જે દરમ્યાન ધરની વ્યક્તિ નાનાભાઈ માલીવાડ નું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ ધટનાની જાણ બાકોર પોલીસ ને થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને બચાવ ની કામગીરી શરુ કરી હતી.




