Rajkot: રાજકોટ જિલ્લાના અગ્નીવીર ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગ યોજાશે

તા.૨૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારતીય સૈન્યના ડાયરેકટરશ્રી આર્મી રિક્રુટમેન્ટ કચેરી-જામનગર દ્વારા “અગ્નીવીર”માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પાસ થયેલ રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે ૩૦ દિવસીય નિવાસી તાલીમ વર્ગનુ આયોજન કરાયું છે.
તાલીમમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો દિન -૧૦માં પોતાનું ઉમેદવારી પત્રક ભરી “અગ્નીવીર”લેખિત કસોટી પાસ કર્યાના આઘાર સાથે મદદનીશ નિયામક(રોજગાર) બહુમાળી ભવન રાજકોટને અરજી પહોચતી કરી શકે છે. અરજીફોર્મ સાથે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, જાતિના દાખલાની નકલ, ધોરણ:-૧૦/૧૨ની માર્કશીટની નકલ, આધારકાર્ડની નકલ, બેંકખાતાની પાસબુકની નકલ, પાનકાર્ડની નકલ, અરજી સાથે જોડવાની રહેશે.માન્ય સંખ્યામાં ઉમેદવારોની બેચ થયે આ નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે.
ઉપરાંત, આર્મીને લગત ભવિષ્યમાં થનાર ભરતીમાં સહભાગી થતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. તેઓને અનુક્રમે પ્રાથમિકતા આપી તાલીમ વર્ગોમાં સમાવેશ કરવામાં આવશે.
વધુ વિગત માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી રાજકોટનો રૂબરૂ સંપર્ક કરવો અથવા ટેલીફોન નં.૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગાર રાજકોટની યાદીમાં જણાવાયું છે.



