SAGBARA

સાગબારાના કોલવાણ ગામની સીમમાં બપોરે ૯ વર્ષની છોકરી ઉઠાવી જઇ મોતને ઘાટ ઉતારતો દીપડો .લોકો માં ભારે રોષ, જોવા મળ્યો,

જંગલી જાનવરોના આતંકથી ખેતી કામ કરવામાં ભારે અડચણી.એક તરફ કુદરતી વરસાદની તો બિજી તરફ જંગલી જાનવરોનો ભય

સાગબારાના કોલવાણ ગામની સીમમાં બપોરે ૯ વર્ષની છોકરી ઉઠાવી જઇ મોતને ઘાટ ઉતારતો દીપડો .લોકો માં ભારે રોષ, જોવા મળ્યો,

 

જંગલી જાનવરોના આતંકથી ખેતી કામ કરવામાં ભારે અડચણી.એક તરફ કુદરતી વરસાદની તો બિજી તરફ જંગલી જાનવરોનો ભય

વાતાસલ્યમ્ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમમાં બપોરે ઘાસ કાપવા ગયેલાં મમ્મી – પપ્પા જોડે ગયેલી કોડબા ખાતે ભણતી અને ચાલુ વર્ષે ધોરણ -૪ માં પ્રવેશ કરેલી બાળકીને બપોરે શેરડીના શેડાપાડાથી સાવ માતાની નજીકથી દીપડો ઉઠાવી જઇ મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં હાહાકાર મચી ગઇ છે.

આજ બપોરે કોલવાણ ગામના વિશાલભાઈ જયંતભાઈ વસાવા અને તેની પત્નિ સ્મિતાબેન બપોરે ૫-૦૦ વાગ્યાની આસપાસ સીમમાં શેરડીના ખેતર પાસે ઘાસ કાપવા ગયેલ ત્યારે તેની સાથે તેમની બે દીકરીઓ કોડબા ખાતે ભણતી ચાલુ વર્ષે ધોરણ-૪ માં પ્રવેશ કરેલ શ્રેયલબેન ઉંમર ૯ વર્ષ અને ૪ વર્ષની ઉંમર ધરાવતી પ્રાંજલબેન સાથે ગયેલ.તે સમયે વિશાલભાઈ અને સ્મિતાબેન ઘાસ કાપવામાં મગ્ન હતાં.તે સમયે સ્મિતાબેનના સાવ નજીદીકથી દીપડો શ્રેયલબેનને ઉઠાવી ગયો હતો.તે સમયે સમિતાબેનને પણ ખબર ન પડી એટલે સ્મિતાબેન શ્રેયલને કોઈ રાહદારીઓ ઉઠાવી ગયાની શંકા વ્યક્ત કરી હતી.પરંતૂ આ વાત વાયુવેગે પ્રસરી જતાં ગામ લોકો ભેગા થવા લાગયાં હતાં.

 

કોલવાણ ગામના રાજુભાઇ ડિંગબર પાડવી એ બહાદુરી પુર્વક હીમત કરી શ્રેયલને શોધવા શેરડીના ખેતરમાં પ્રવેશ કર્યો.તેની સાથે સુભાષભાઈ બાબુભાઈ પાડવી, મિતેષભાઈ અને રાણીપુર ગામના રાજુભાઇ શેરડીના ખેતરમાં ઘુસ્યા હતાં.પરંતુ ભયનું વાતાવરણ હોવાછતાં રાજુભાઈ ડિગબરે અચાનક લોહીના ડાઘાં નજરે પડતે વેરાયેલું લોહી ની નિશાની જોતા જોતાં અંતે શ્રેયલબેન બેશુદ્ધ અવસ્થામાં મળી આવી અને તે સમયે બાજુમાં જ દીપડો નજરે પડ્યો હતો.પરંતુ રાજુભાઇ ડિગબરે હીંમત કરી સાવ દીપડની નજદીકથી ઉઠાવી લાવ્યો હતો.

બેશુદ્ધ અવસ્થામાં મળી આવેલ શ્રેયલને તાત્કાલિક સારવાર અર્થે સરકારી દવાખાના સાગબારા ખાતે ખસેડતાં ગંભીર રીતે દીપડાએ બાચકા ભરેલ શ્રેયલનુ સારવાર દરમ્યાન દરમ્યાન મોત નિપજ્યું હતું.

ઘણાં સમયથી આવા બનાવો વારંવાર બની રહ્યા છે.અને પાલતું પ્રાણીઓ તથા માણસોએ જીવ ગુમાવ્યા છે.તો કેટલાકની જાન ગુમાવી છે.તે કારણે નાની બાળકી શ્રેયલનુ કમકમાટીભર્યું મોત થતાં સમાજના લોકો આક્રોશ વ્યક્ત કરી સાગબારા પોલીસ સ્ટેશન સામે જ રસ્તા રોકો આંદોલન કર્યું છે.

 

લોકો શુ ‌વિચારી રહેલ છે:

ઘણાં સમયથી અવારનવાર બનતાં બનાવોથી લોકો જંગલ ખાતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.કેમકે જંગલ ખાતું આ લોકોની ભરભીત દુર કરવામાં નિષ્ફળ નિવડયું છે.ફકત પિજરો મુકી દેવો પર્યાય નથી.એવુ લોકો માની રહ્યાં છે.એટલે વન્ય પ્રાણીઓથી ભયભીત લોકોને રાહત થાય એવો રસ્તો જંગલ ખાતું અપનાવે એવુ લોકોનું કહેવું છે.

 

હાલમાં ખેતી કામમાં વરસાદે અડચણી પૈદા કરી છે.બિજી બાબત ‌વારંવાર બનતાં બનાવોથી લોકો ભયભીત બની ગયા છે.ખેતીમા કામ કેવી રીતે કરવો તે પ્રશ્નો ઉભો થયો છે.ઉપરાત હાલમાં સામાજિક વ્યવહારોમાં જવા,રાત્રે ખેતરનુ રખેવાડી અને કોઈ આકસ્મિક કામકાજ અર્થે રાહદારીઓ કેવી રીતે જવુ તેવુ ડરનો માહોલ ઊભો થયો છે.

Back to top button
error: Content is protected !!