MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા બાંધકામની મંજૂરી કે ઈમ્પેક્ટ પ્લાન પાસ ન થયો અંગે કમિશનરને લેખિત રજૂઆત

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા બાંધકામની મંજૂરી કે ઈમ્પેક્ટ પ્લાન પાસ ન થયો અંગે કમિશનરને લેખિત રજૂઆત
મોરબી મહાનગરપાલિકા દ્વારા એકપણ બાંધકામની મંજૂરી કે ઈમ્પેક્ટ પ્લાન પાસ ન થયો હોય આ અંગે જાગૃત નાગરિક ભાવિનભાઈ પીઠમલ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા બની તેને ૫ મહિના જેટલો લાંબો સમયગાળો વીતી ગયો છે તેમ છતા જાણતા આશ્ચર્ય થાય છે કે આજ દિન સુધી માં એક પણ બાંધકામ કરવા માટે ની અરજી પાસ કરવમાં આવેલ નથી. અને હજી ડી.પી. બહારના વિસ્તાર માટે ની માહિતી મેળવવામાં આવી તો કચેરી એ થી એવું કહેવામાં આવ્યું કે હજી ૮-૯ મહિના જેટલો સમયગાળો લાગશે પછી જ મંજુરી ચાલુ થાશે તો સાહેબ મારે તમને એક જ પ્રશ્ન પુછવો છે કે કોઈ મહાનગર ની અંદર ૫ મહિના થઇ ગયા છે ને હજી ૮-૯ મહિના એટલે ૧૪-૧૫ મહિના સુધી એક પણ બાંધકામ ડી.પી. વિસ્તાર ની બારે નો થાય તે તમને યોગ્ય લાગે છે !!? જે વિસ્તારમાં તમે વેરો ઉઘરાવો છો, જે વિસ્તારમાં તમે સીલ મારવા જાવ છો, જે વિસ્તાર માં તમે રોડ ના કામ કરો છો, જે વિસ્તારમાં તમે બાંધકામ પડવાની મંજુરી આપો છો તો તે વિસ્તાર માં તમે બાંધકામ કરવા માટે મંજુરી કેમ આપી શકતા નથી ? એટલું વિચારો કે ૧.૫ વર્ષ સુધી બાંધકામ નહિ કરવા આપો તો મોરબી ની પરિસ્થિતિ શું થશે સામાન્ય માણસો ને ઘરનું ઘર રહેવા માટે બનાવું છે પોતાના પૈસાથી તે લોકો ઘરથી વંચિત રહેશે આ થઇ વાત નવા બાંધકામ માટેની.
ઈમ્પેક્ટ માટે તો જાણે ઉપરથી રાજ્ય સરકાર દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું હોય કે જે મહાનગરપાલિકા દ્વારા સૌથી વધુ અરજી દફતરે કરવામાં આવશે એને ઇનામ આપવમાં આવશે એ રીતે ટાઉન પ્લાન્નીંગ શાખા કામ કરી રહી છે ધ્યાને આવેલ વાત મુજબ ૨૬૦૦ જેટલી અરજી માંથી ૧૭૦૦ -૧૮૦૦ જેટલી અરજીઓ આજ દિન સુધી માં દફતરે કરી નાખવામાં આવેલ છે તમે એનું કારણ પુછસો તો કહેશે કે અમારા વિસ્તારમાં નથી આવતી તો શું પાકિસ્તાન માં આવે છે ? આટલી અરજીઓ દફ્તરે કરી પણ હજી સુધી એકેય પાસ તો નથી જ કરી હો અમારી એટલી જ લાગણી છે અપની કામગીરી ખુબ જ સરાહનીય છે પન તત્કાલીન થયેલ બધી મહાનગરપાલિકા સાથે જોઈએ તો ટાઉન પ્લાન્નીંગ શાખા સિવાય ની તમામ શાખા ન ૧ ઉપર કામગીરી કરી રહી છે તેવી જ રીતે આ શાખા પણ છેલ્લા નંબર માંથી નંબર ૧ ઉપર આવે એવી અપેક્ષા છે.આશા છે સામાન્ય માણસો પોતાનું ઘર નું ઘર નિયમ મુજબ ખુબજ ઝડપ થી બનાવી શકશે અને ૧.૫ વર્ષ જેટલી લાંબા સમયગાળા ની રાહ નો જોવી પડે તેવી માગણી કમિશનર સમક્ષ કરવામાં આવી છે.







