આણંદમાં IPL સટ્ટા કૌભાંડનો પર્દાફાશઃ ચાર શખ્સોનીધરપકડ, મોબાઈલ એપ્લિકેશન મારફતે સટ્ટો રમતા ઝડપાયા
આણંદમાં IPL સટ્ટા કૌભાંડનો પર્દાફાશઃ ચાર શખ્સોનીધરપકડ, મોબાઈલ એપ્લિકેશન મારફતે સટ્ટો રમતા ઝડપાયા
તાહિર મેમણ – આણંદ – 31/05/2025 -આણંદમાં IPL સટ્ટા કૌભાંડનો પર્દાફાશઃ ચાર શખ્સોનીધરપકડ, મોબાઈલ એપ્લિકેશન મારફતે સટ્ટો રમતા ઝડપાયા એસ.ઓ.જી પોલીસે ક્રિકેટ સટ્ટાના કેસમાંમોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીનાઆધારે ચાવડાપુરા-જીટોડિયા રોડ પર આવેલા આદિનાથકોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો હતો. પોલીસે પ્રથમ વિરેન અનિલભાઈ પટેલની ધરપકડ કરી હતી. તેના મોબાઈલનીતપાસ કરતા કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જરબેંગ્લોરની મેચ પર સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું હતું.
પૂછપરછમાં વિરેને કબૂલ્યું કે મુકેશ ઉર્ફે રોકીમારવાડી, રાહુલ ઉર્ફે હોડોસરગરા અને વિજય પરમારેતેને સટ્ટો રમવા માટેની ઓનલાઈન એપ્લિકેશનઆપી હતી. આ માહિતીના પોલીસે બાકીના ત્રણેયઆરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી કુલ 25 હજાર રૂપિયાનીકિંમતના ચાર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ મામલેગુનો નોંધીને આગળની તપાર શરૂ કરવામ આવી છે.