GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઔદ્યોગિક તાલીમ સંસ્થા અગાસી ખાતે વિવિધ વ્યવસાયોમાં પ્રવેશ શરૂ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૩૧: નવસારી જિલ્લાના અગાસી ગામ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૫ના પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઈન http://itiadmission.gujarat.gov.in વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પ્રવેશવાંચ્છુક ઉમેદવારોને સંસ્થા ખાતેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ વિના મુલ્યે ભરી આપવામાં આવશે તથા રૂ.૫૦ રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહિત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.પ્રથમ રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આગામી તા.૩૦/૦૬/૨૦૨૫ છે. જેનું આખરી મેરીટ લિસ્ટ તા.૦૯/૦૭/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરાશે.પ્રવેશવાંચ્છુક ઉમેદવારોને વધુ જાણકારી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા,અગાસીના (૦૨૬૩૪) ૨૪૩૬૫૩ પર સંપર્ક સાંધવા ઔ.તા.સંસ્થા,અગાસીના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


