GUJARAT

“મિલ્ક ડે”નવસારી જિલ્લામાં ૨૨૩૮૧૪ બાળકો અને ૪૧૬૨ સગર્ભા અને ધાત્રીમાતાઓ દૂધ સંજીવની યોજનાનો લાભ લઈ રહ્યા છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*નવસારી જિલ્લાના આદિજાતી વિસ્તાર હેઠ્ળની ૬૭૨ આંગણવાડીના ૨૩૮૧૪ બાળકો અને ૪૧૬૨ સગર્ભા અને ધાત્રીમાતાઓ મેળવી રહ્યા છે  ‘દૂધ સંજીવની યોજના’ નો લાભ*

*દુઘ સંજીવની યોજના હેઠળ આંગણવાડીના બાળકોને પોષણ મળી રહે તે માટે રોજિંદા અલગ અલગ ફલેવર વાળા દુઘના પાઉચ આપવા માટે નવસારી જિલ્લામાં રૂ.૩૦.૧૮ લાખ સહાય આપવામાં આવી*

*બાળકોના મન પસંદ ઇલાઇચી, મેંગો, ચોકલેટ, ફ્લેવર્ડ દૂધ છે પોષણથી ભરપુર*

*સંજીવની દુધના કારણે મારૂ અને મારા બાળકનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.- થાલા ગામના આહિરવાસ કેન્દ્રની સગર્ભા લાભાર્થી રાગીનીબેન વિશ્વકર્મા*

*સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કારણે માતાઓ અને બાળકોના પોષણસ્તરમાં વધારો થઇ રહ્યો છે.- આંગણવાડી કાર્યકર રાધાબેન આહિર*

નવસારી,તા.૩૧: આજે છે વર્લ્ડ મિલ્ક ડે. દરેક મમ્મી તેના બાળકની પાછળ દુધનો ગ્લાસ લઇને ભાગતી અને બાળક દુધ ન પીવા માટે આગળ આગળ ભાગતુ દરેક ઘરમા જોયુ હશે. પરંતુ એવુ પણ દુધ છે જેના માટે બાળકો ક્યારેય ના નથી કહેતા એ છે- દુધ સંજીવની યોજના હેઠળ પોષણથી ભરપુર અને અલગ અલગ ફ્લેવર્ડ મિલ્ક.

દૂધ પીવાના ઘણા ફાયદા છે, તેથી ‘વિશ્વ દૂધ દિવસ’નો ઉદ્દેશ્ય તેના દુધના ફાયદા વિશે જાગૃતિ વધારવાનો છે. વાસ્તવમાં, દૂધમાં ઘણા પોષક તત્વો હોય છે જેમાં કેલ્શિયમ, પ્રોટીન અને ચરબીનો સમાવેશ થાય છે. આ બાબતને ધ્યાને લઇ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આદિજાતિ સમુદાયના આરોગ્ય અને પોષણના સ્તરમાં સુધાર લાવવા માટે સતત પ્રયાસો કર્યા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના તેમના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિસ્તારોની મહિલા અને બાળકોમાં પોષણની સ્થિતિ સુધારવા માટે ‘દૂધ સંજીવની યોજના’ શરૂ કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લાખો આદિજાતિ મહિલાઓ અને બાળકો દૂધ સંજીવની યોજનાનો લાભ મેળવી રહ્યા છે.

નવસારી જિલ્લામાં ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ નવસારી જિલ્લાના કુલ ૨૩૮૧૪ આદિજાતિ બાળકોને ફ્લેવર્ડ દૂધ આપીને, વધુ સશક્ત-પોષણક્ષમ બનાવવાનું કાર્ય જિલ્લા તંત્ર દ્વારા બખુબી હાથ ધરાયું છે.

આ યોજના અંતર્ગત નવસારી જિલ્લાના ૩ તાલુકાઓ પૈકી ખેરગામ તાલુકાની ૭૯ આંગણવાડીઓ, વાંસદા તાલુકાની ૨૭૭ આંગણવાડીઓ, ચીખલી તાલુકાની ૩૧૬આંગણવાડીઓ, મળી કુલ ૬૭૨ આંગણવાડીઓના વિદ્યાર્થીઓ મળી કુલ ૨૩૮૧૪  બાળકોને આવરી લઈ, અઠવાડિયાના પાંચ દિવસ, દરરોજ (ઇલાઇચી,મેંગો, ચોકલેટ, ફ્લેવર્ડ) ૧૦૦ ML દૂધ રૂ.૩૦૧૮૦૫૨ના ખર્ચે પુરું પાડવામાં આવી રહ્યું છે.

*બોક્ષ-૧*
ચિખલી તાલુકાના થાલા ગામના આહિરવાસ કેન્દ્રની સગર્ભા લાભાર્થી રાગીનીબેન અંકિત વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, /હુ 6 મહિના ગર્ભવતી છું. હુ થાલા ગામના આહિરવાસ આંગણવાડી કેન્દ્રની લાભાર્થી છું. મને આંગણવાડીમાં સંજીવની દુધ મળે છે. આ સિવાય ભોજનનો પણ લાભ મળે છે. પહેલા મારૂ  વજન ઓછુ હતુ પરંતુ આંગણવાડીના બહેનોની સલાહસુચન અનુસાર નિયમિત રીતે સંજીવની દુધ અને ભોજન લેવાથી મારા વજનમાં સુધાર આવ્યો છે. સ્વાસ્થ્યમા પરિવર્તન આવ્યું છે. આના સિવાય માતૃશક્તિ પેકેટ મળે છે જેનો હુ ઘરે ઉપયોગ કરૂ છું. સંજીવની દુધના કારણે મારૂ અને મારા બાળકનું સ્વાસ્થ્ય સારૂ રહે છે. મારા અને મારા બાળકની સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે હું સરકારશ્રીનો અને આંગણવાડી વર્કર બેહેનોનો ખુબ ખુબ આભાર માનું છું.’

*બોક્ષ-૨*
ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી ખાતે ચાલતી યોજનાઓ અંગે માહિતી આપતા આહિરવાસ કેન્દ્રની આંગણવાડી કાર્યકર રાધાબેન આહિરે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, આંગણવાડીના દરેક બાળકને દુધ સંજીવની દુધ આપવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા અને ઘાત્રી માતાઓ માટે પણ બુધવાર અને શુક્રવારે સંજીવની દુધ આપવામાં આવે છે. સાથે સાથે પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી બહેનોને બપોરનું ભોજન અને માતૃશક્તિના પેકેટ ટેક હોમ રાશન તરીકે આપવામાં આવે છે. આ તમામ યોજનાઓના કારણે માતાઓ અને બાળકોના પોષણસ્તરમાં વધારો થઇ રહ્યો છે. બાળકોના વજનમા પણ સારો વધારો થઇ રહ્યો છે જેના કારણે બાળકોના પરિવારજનો અને આંગણવાડીના લાભાર્થીઓ ખુબ ખુશ છે અને સરકારશ્રીના આભારી છે.

ભારત વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાંનો એક છે. નિષ્ણાતો માને છે કે દરેક વ્યક્તિએ દરરોજ તેમના આહારમાં મર્યાદિત માત્રામાં દૂધ અથવા દૂધમાંથી બનેલી ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવો જોઈએ. બાળકો અને મહિલાઓમાં પોષણ અને આરોગ્યનું સ્તર સુધારવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત દુધ સંજીવની યોજના સહિત અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે જેનો લાભ લઇ દરેક પરિવારે બાળકોમાં પોષણ સુનિશ્ચિત કરી અને ગરિમાપૂર્ણ જીવન જીવતી નારીને સશક્ત બનાવવા સહયોગ કરવો જોઇએ.

Back to top button
error: Content is protected !!