હાલોલ નગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૫.૨૦૨૫
હાલોલ નગર ખાતે નગર પાલિકા દ્વારા પ્રતિ વર્ષે યમુના કેનાલ ધ્વારા આવતા વરસાદી પાણી નો યોગ્ય નિકાલ થાય તે માટે તે યમુના કેનાલને સફાઈ કરવામાં આવે છે જે અંતર્ગત આજે હાલોલ નગર પાલિકા દ્વારા લીમડી ફળિયા અને જૈન મંદિર ખાતેથી પસાર થતી યમુના કેનાલના સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમા એક હિટાચી મશીન અને એક જીસીબી ધ્વારા વર્ષ દરમ્યાન એકત્રિત થયેલો કચરા ની સફાઈ હાથ ધરવામાં આવી છે.ચોમાસમાં વરસાદી પાણી પાવાગઢ થઈ યમુના કેનાલ થઈ હાલોલ નગરમાં આવે છે જેનાથી ગામ તળાવ ભરવામાં આવે છે તે ઉપરાંત વધારાનું પાણી યમુના કેનાલ ધ્વારા થઈ વિશ્વામિત્રી કોતર માં ભેગું થાય છે જે માટે અગમચેતી ના ભાગરૂપે પ્રતિવર્ષે આ કેનાલ ને યોગ્ય સફાઈ કરવામાં આવે છે જો સફાઈ કરવામાં ન આવે તો પાણી અટકી જઇ રહેણાક વિસ્તારના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના બનાવો બને છે જેને કારણે તે વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવા નો વારો આવે છે.જેથી નગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી હતી.








