Rajkot: પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત અને મિશન લાઇફ સંકલ્પ માટે શાપર GIDC ખાતે વોકાથોનનું આયોજન

તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: શાપર GIDC ખાતે શ્રમ અને ઉદ્યોગ વિભાગ તેમજ સ્થાનિક ઉદ્યોગ સંઘના સહયોગથી પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ માટે વોકાથોન અને મિશન લાઈફ સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણીય જાગૃતિ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. વોકાથોનમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વોકાથોન શરૂ થતાં પહેલા ભાગ લેનારાઓએ મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ રક્ષણ માટે સંકલ્પ લીધા હતા. આ સંકલ્પમાં નવી જીવનશૈલી અપનાવવાની, કચરો ઓછો પેદા કરવાની, પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિવિધ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક અધિકારીઓએ પણ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે યુદ્ધ જેવો સંદેશ આપ્યો હતો. અને મિશન લાઈફના સિદ્ધાંતોને રોજિંદી જીવનશૈલીમાં અમલમાં મુકવાના સંકલ્પ ગ્રહણ કર્યા હતા.






