GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પડવલા ગામ ખાતે “પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાન” અંતર્ગત લેવાયા શપથ

તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આગામી ૫ જૂનના રોજ યોજાનારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ને જનઅભિયાન બનાવવા દેશભરમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટના પડવલા ગામ ખાતે “પ્લાસ્ટિકમુક્ત અભિયાન” અન્વયે ઉપસ્થિત સર્વેને પ્લાસ્ટિકથી થતાં ગેરફાયદાઓ અને વધુ પડતાં પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતાં નુકસાન અંગે માહિતી આપવામાં આવી હતી અને સર્વેએ “પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાન” અંતર્ગત શપથ ગ્રહણ કર્યા હતા.




