GUJARATMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ડુંગરપર ગામે પડતર મકાનમાં વિદેશી દારૂ બીયરનો જથ્થો ઝડપાયો 

HALVAD:હળવદના ડુંગરપર ગામે પડતર મકાનમાં વિદેશી દારૂ બીયરનો જથ્થો ઝડપાયો

 

 

હળવદ તાલુકાના ડુંગરપર ગામે આરોપીના રહેણાંક મકાન પાસે પડતર મકાનના રસોડામાંથી વિદેશી દારૂ બીયર કુલ કિં રૂ.૮૦૩૯૦ નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ તાલુકાના ડુંગરપર ગામે રહેતા વિક્રમભાઈ ગોરધનભાઈ વિઠલાપરા એ પોતાના રહેણાંક મકાન બાજુમાં પડતર મકાનના રસોડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલ નંગ ૨૦ તથા રોયલ સ્ટગ વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલ નંગ ૧૯ તથા લંડન પ્રાઇડ વ્હીસ્કીની ૧૮૦ મીલીની બોટલ નંગ ૧૯ તથા વાઇટ લેસ વોડકાની ૧૮૦ મીલીની બોટલ નંગ ૨૧૬ તથા ટુબર્ગ ૫૦૦ મીલીના બીયર ટીન નંગ ૧૭ તથા કિંગફીશર ૫૦૦ મીલીના ટીન નંગ ૧૦ મળી ઇંગ્લીશ દારૂનો કુલ કિ.રૂ. ૮૦૩૯૦/- નો મુદામાલ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!