MORBI:મોરબીના ઘુતારી વિસ્તારમાં મજુરોના કામ બાબતે દંપતી ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો
MORBI:મોરબીના ઘુતારી વિસ્તારમાં મજુરોના કામ બાબતે દંપતી ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો
મોરબીના નવલખી રોડ પર ધુતારી વિસ્તારમાં મજુરોના કામ બાબતે દંપતીને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના વાવડી રોડ પર રવિપાર્ક સોસાયટીમાં રહેતા મનસુખભાઈ જગદીશભાઈ ભલછોડ એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઇંટોના ભથ્થે કામ કરતા હોય દરમિયાન આરોપી દામજીભાઈ ઉર્ફે ટીનો જીવરાજભાઈ મંડલી આવીને મનસુખભાઈ ને મજુરોના કામ કરવા બાબતે ગાળો આપી આરોપી રેખાબેન દામજીભાઈ મંડલી, દામજીભાઈના સાળી અલ્પાબેન અને ઇમરાનભાઈ રીક્ષા વાળા એ મનસુખભાઈ તથા શિલ્પાબેનને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી આરોપી દામજીભાઈ એ મનસુખભાઈને માથાના ભાગે ધોકો મારી સાહેદ શિલ્પાબેન તેને છોડાવવા જતા આરોપી ઇમરાનએ સાહેદ ને છરીનો એક ધા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાવી છે