DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – ચિકદા ગામમાં ખેડૂતોલક્ષી કાર્યક્રમ યોજાયો ૭૯૬ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યુ

ડેડીયાપાડા – ચિકદા ગામમાં ખેડૂતોલક્ષી કાર્યક્રમ યોજાયો ૭૯૬ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યુ.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 02/06/2025 – ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કે.વી.કે., ન.કૃ.યુ.,દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી વિભાગ તેમજ અન્ય સબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે દેડીયાપાડાના ચિકદા ગ્રામપંચાયત ખાતે ખેડૂતોલક્ષી કાર્યક્રમ યોજયો હતો.

આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ના વૈજ્ઞાનિક ડો. મીનાક્ષી તિવારીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન વિશે વિસ્તૃત માહિતી અને પશુઓ ની રહેઠાણ વ્યસ્થાપન અને ડ્રોન ની ઉપયોગિતા વિશે માહિતગાર આપી, કેવિકેના ખેતીવાડી અધિકારી શ્રી મહેશ એલ.વિસાતે ખરીફ પાકોની વિવિધ જાતો વિશે ચર્ચા કરી, અને વિસ્તરણ અધિકારી શ્રી હિતેશ ભાઈ કૃષિ પ્રગતિ એપ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી.

આ અભિયાન અંતર્ગત ચિકદા, સાબુટી અને પાટડી ગામના મળીને અંદાજિત ૭૯૬ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યુ હતું. જિલ્લાના કૃષિ અને સંલગ્ન વિવિધ વિભાગો ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને વિષયવાર માર્ગદર્શન અને માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!