HALVAD:હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ
HALVAD:હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારી આપઘાતનો પ્રયાસ
હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વર વડે માથામાં પોતાની જાતે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના રહેવાસી બકાભાઈ ઠક્કર નામના ૬૦ વર્ષના વેપારીએ પોતાની રિવોલ્વરથી જાતે પોતાના પર ફાયરીંગ કર્યું હતું અને ગોળી માથામાં લાગતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા પોતાની જાતે ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરનાર વેપારી પોતાની મરજીથી પોતાને ગોળી મારી હોવાની ચિઠ્ઠી પણ પોલીસને પ્રાપ્ત થઇ છે આપઘાતનો પ્રયાસ કરનાર ભવાની ગ્રુપના વેપારી બકાભાઈ ઠક્કરે આવું પગલું કેમ ભર્યું તેની ચર્ચા શહેરમાં જોરશોરથી ચાલી રહી છે જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે અને વેપારી વૃદ્ધે કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં તપાસ ચાલુ.