AHAVADANGGUJARAT

ડાંગ: પીપલદહાડ ગામે ફોરેસ્ટ બીટગાર્ડનો મોબાઈલ હેક થતા 86 હજાર રૂપિયા ગુમાવ્યા,જેમાંથી 12 હજાર રિકવર થયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર રેન્જ ફોરેસ્ટ ઓફિસનાં સુબીર રાઉન્ડનાં પીપલદહાડમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારીનો મોબાઈલ કોઈક રીતે હેક થઈ ગયો હતો.અને તેની જાણ બહાર જ કોઈક દ્વારા વારાફરતી ત્રણ ચાર ટ્રાન્જેક્શન કરીને તેમના ખાતામાંથી 74 હજાર રૂપિયા કરતા પણ વધારે રૂપિયા લઈ લીધા હતા.ત્યારે ફોરેસ્ટ બીટગાર્ડ કર્મચારી સાથે સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણાય આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.સુબીર રેન્જ ફોરેસ્ટ ઓફીસ સુબીર રાઉન્ડનાં પિપલદહાડમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ દલપતભાઈ લાડુમોર (ઉ.વ.36 હાલ.રહે.પિપલદહાડ તા.સુબીર જી.ડાંગ મુળ રહે. શિવશક્તિ સોસાયટી પુર્ણા બોમ્બે માર્કેટ રોડ વરાછા, સુરત) એ હેડકવાટર પીપલદહાડ ખાતે રાત્રીએ સુઈ ગયા હતા.અને સવારે ઉઠીને જોતા તેમના મોબાઈલમાં ટેક્ષ મેસેજ જોતા પાંચ મેસેજ રૂપિયા ટ્રાન્સફર થયેલ હોય તેના આવ્યા હતા.ત્યારે તેમને તરત જ  ફોન-પે એપ્લીકેશન ખોલી જોતા  રાત્રિનાં 2 વાગ્યાના અરસામાં 4 જેટલા  ટ્રાન્જેક્શન થયેલ હોવાનું જણાઈ આવ્યુ હતુ.ચારેય ટ્રાન્જેક્શન મળી કુલ રૂપિયા 86,110/- રૂપિયા અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલ હેક કરી તેમના ખાતામાંથી લેવામાં આવ્યા હતા અને  મોબાઈલ ઉપર કોલ, મેસેજ, ઓટીપી આવ્યા વગર કોઈ પણ રીતે મોબાઇલ હેક કરી અલગ અલગ ટ્રાન્જેકશનો કરી પૈસા ટ્રાન્સફર કરી લિધેલ હતા.તે પછી ફોરેસ્ટ બીટગાર્ડ દ્વારા  તેમના મિત્ર નિલેશભાઈ ચૌહાણને મારો મોબાઈલ હેક થઈને પૈસા ઉપડી ગયાની જાણ કરી હતી.અને ફોરેસ્ટ બીટગાર્ડ તરત જ બેંક ઓફ બરોડા આહવા ખાતે ગયા હતા અને આ બાબતે જાણ કરેલી અને તે પછી  સાયબર હેલ્પ લાઇન નંભર-૧૯૩૦ ઉપર કોલ કરીને સાયબર ફ્રોડ થયાની ફરિયાદ નોંધાવેલ હતી.અને ત્યારબાદ સાયબર હેલ્પલાઇન દ્વારા તાત્કાલિક  12,000/- રૂપિયા રિફંડ કર્યા હતા.પરંતુ બાકીના 74,110/- રૂપિયાના સાયબર ફ્રોડ અંગે સુબીર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે.હાલમાં સુબીર પોલીસની ટીમે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!