ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક અને ઇનચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી એસ.આર.પટેલ વય નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી

——–
સમીર પટેલ, ભરૂચ
વય નિવૃત્તિ પામેલા શ્રી એસ.આર.પટેલે માહિતી પરિવારના સ્ટાફ સાથેના પોતાના ૩૯ વર્ષના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા
——–
સુરત પ્રાદેશિક માહિતી કચેરીના સંયુકત માહિતી નિયામકશ્રી અમીત ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયો નિવૃત્તિ વિદાય સમારંભ
——–
ભરૂચઃ- ભરૂચ જીલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક(વહીવટ) અને ઇ.ચા.નાયબ માહિતી નિયામકશ્રી સંજય.પટેલ તારીખઃ ૩૧/૦૫/૨૦૨૫ના રોજ વય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત માહિતી નિયામકશ્રી અમીત ગઢવીના અધ્યક્ષસ્થાને ભરૂચ કચેરી ખાતે યોજાયો હતો. આ વેળાએ જિલ્લા માહિતી કચેરી નર્મદા નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ.મછાર, વલસાડ કચેરીના નાયબ માહિતી નિયામક સુ.શ્રી ભાવના વસાવા, સુરત કચેરીના ઇનચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીસા,સહાયક માહિતી નિયામકશ્રી ચીમનભાઇ વસાવા તથા ભરૂચ કચેરીના કર્મચારીશ્રીઓએ ભાવભેર વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વેળાએ, સુરતના સંયુકત માહિતી નિયામકશ્રી અમીત ગઢવીએ વય નિવૃત્ત થતાં સંજય પટેલે આપેલી સેવાની કામગીરીને બિરદાવી કહ્યું હતું કે, માહિતી ખાતાને તેમણે જીવનનો ખૂબ લાંબો સમય આપ્યો છે. અધિકારી તરીકે ચીવટપૂર્વક કામ કરવાની કુશળતા, કામ પ્રત્યેની તેમની ફરજનિષ્ઠા , પોઝીટીવનેસ સાથે અધિકારીઓ સહિત મીડિયા સાથે તેમનું સંકલન કાબિલે તારીફ રહ્યું છે. તેમણે પોતાના કામથી એક તંદુરસ્ત જગ્યા બનાવી છે. અંતમાં, નિવૃતિમય જીવનની શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી અને નોકરીની જવાબદારીઓમાંથી મુક્ત થઈ બાકીનો સમય પોતાના પરિવારને આપી, પોતાના રસના વિષય ક્ષેત્રમાં કાર્યરત રહેવા જણાવ્યું હતું.
આ તબક્કે, નર્મદાના ના.મા.નિશ્રી એ.વી.મછાર, વલસાડના ના.મા.નિ સુ.શ્રી ભાવના વસાવા અને સુરતના ઇ.ચા.ના.મા.નિ ઉમેશ બાવીસા, સ.મા.નિશ્રી ચીમનભાઇ વસાવાએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમણે શ્રી એસ.આર.પટેલની કામગીરીને બિરદાવી નિવૃતિની શુભકામના પાઠવી હતી.
કચેરીના માહિતી મદદનીશશ્રી યોગેશભાઇ વસાવા, અધિક્ષકશ્રી બી.કે.વસાવા જુનિયર કલાર્કશ્રી આશિષ રાણા અને ઓપરેટરશ્રી વસંતભાઇ સોજીત્રાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહયું કે સરકારી સેવામાં દાખલ થયા પછી ત્રણ મહત્વના તબકકા વ્યકિતના જીવનમાં આવે છે….બઢતી, બદલી અને નિવૃત્તિ ….આ એવો પ્રસંગ છે જેમાં ત્રણેય તબકકાઓના સ્મરણની ફૂલગૂંથણીનો આશરો લેવો પડશે…તેમણે શ્રી પટેલ સાથેની કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળી તેમની સેવાઓને બિરદાવી નિવૃતિની શુભકામનાઓ પાઠવી હતી
નિવૃત્તિ વિદાય સમારંભ વેળાએ શ્રી સંજય પટેલે માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા. અને માહિતી વિભાગમાં ૩૯ વર્ષ દરમિયાન કરેલ નોકરી અંગેના અનુભવો વર્ણવ્યા હતા. જિલ્લા માહિતી કચેરીના સંપૂર્ણ સ્ટાફ પરિવાર ધ્વારા નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી નવી ઇનિંગ્સ માટે તેઓને શુભેચ્છા પાઠવી હતી. આ વેળાએ કચેરીના નિવૃત્ત સ્ટાફ તેમજ શ્રી પટેલના પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.




