GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ બનશે ગુજરાતનું નવા યુગનું આર્થિક પાવરહાઉસ”

તા.૨/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

“ઇન્ડસ્ટ્રી, ઈન્ફ્રા અને ઈનોવેશન – રાજકોટનો ત્રિવેણી વિકાસ”

MSME થી AIIMS સુધી – સર્વસમાવેશી વિકાસનો માર્ગ કંડારશે

Rajkot: સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો તેની આર્થિક, સામાજિક, રાજકીય અને ભૌગોલિક રીતે વ્યૂહાત્મક ભૂમિકા માટે જાણીતો છે. ગુજરાત અને ભારતમાં અન્ય મોટા શહેરો સાથે રોડ, રેલ અને એર કનેક્ટિવિટી ધરાવે છે.

નાના, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME)નું વિશિષ્ટ મહત્ત્વ છે જેમ કે ઓટો પાર્ટ્સ, CNC મશીનરી, ફોર્જિંગ અને પંપ ઉદ્યોગ ઇમિટેશન જવેલરી ઉદ્યોગ માટે રાજકોટ વિશ્વવિખ્યાત છે. શહેરમાં શિક્ષણ, આરોગ્યસંભાળ અને IT ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે, તેનાથી વધુ પોટેન્શ્યલ છે, તેને વધુ સારી રીતે કેમ વિકસાવી શકાય તેની ચકાસણી માટે ‘ગ્રીટ’ (GRIT) ની ટીમ આજે અને આવતીકાલે તા. 2-3 જૂનના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાત લેનાર છે.

ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRIT રાજ્ય સરકારના થિંક ટેન્ક અને ઇનોવેશન હબ તરીકે કાર્ય કરી રહી છે. રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોને અમલમાં મૂકવા માટેનો એક્શન પ્લાન બનાવવા માટે વિવિધ વિભાગો સાથે સહયોગ કરીને તેના અમલીકરણનું કાર્ય કરી રહી છે. GRITના નવનિયુક્ત CEO, શ્રીમતી એસ. અપર્ણા છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને નેતૃત્વ હેઠળ રાજકોટ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી તથા તેમની ટીમ રાજકોટ જિલ્લાને ટકાઉ, વૈવિધ્યસભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવવાના લક્ષ્ય ઉપર કામ કરી રહી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા માટે સર્વગ્રાહી વિકાસના અભિગમ સાથે આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનમાં રાજકોટ જિલ્લાને આઇ.ટી. હબ, એજ્યુકેશન હબ અને ફાઈનાન્સિયલ હબ તરીકે વિકસાવવામાં આવશે.

GRIT અંતર્ગત ઉદ્યોગના વિકાસને મજબૂત બનાવવા માટે નાના ઉદ્યોગોમાં મશીન ટૂલ્સ, ઓટો પાર્ટ્સ અને કાસ્ટિંગ ઉદ્યોગોમાં ઓટોમેશન અને ડિજિટાઈઝેશનથી ઉત્પાદન ક્ષમતા વધારવી, સૌર ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહન (EV) ઘટક જેવા ઉદ્યોગોનો વિકાસ લાંબા ગાળે અને ટકાઉ વૃદ્ધિ સાથે કરવા તથા GIDC, મેડિકલ ઇક્વિપમેન્ટ, રત્ન અને આભૂષણ ઉદ્યોગ માટે પાર્ક સ્થાપિત કરવા માટે સુયોગ્ય તક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સેવા ક્ષેત્રના વિકાસ માટે આર્થિક કેન્દ્ર તરીકે રાજકોટ IPO સબ્સ્ક્રાઈબરમાં દેશના અગ્રગણ્ય શહેરોમાં સામેલ છે, જેનું શ્રેય શહેરના નાગરિકોમાં રહેલી ઊંચી નાણાકીય જાગૃતિને જાય છે. 1,000થી વધુ બ્રોકરોના નેટવર્ક દ્વારા રોકાણ અને ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. ટૂરિઝમ, લોજિસ્ટિક્સ અને IT સેવાઓમાં આવશ્યક કૌશલ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીમાં સુધારો કરવો તથા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલો અને ક્લિનિક્સમાં સુધારા તથા ટેલિ-મેડિસિનને પ્રોત્સાહન આપીને હેલ્થકેર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્તમ વિકાસ સાધવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

MSME ક્ષેત્ર અને ઉદ્યોગોના વિકાસ માટે એરોસ્પેસ અને ડિફેન્સ, EV ઘટક, બિન પરંપરાગત ઊર્જા (સોલાર/વિન્ડ), CNC અને મેડિકલ ઇક્વિપમેન્ટ ઉદ્યોગો પર વધુ ભાર મુકાશે, શાપર-વેરાવળ ઓદ્યોગીક વિસ્તારમાં લોજિસ્ટિક પાર્ક વિકસાવવાની તૈયારી તથા રાજકોટ જિલ્લામાં 32,015 સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન કરીને રિન્યુએબલ એનર્જી મેળવવામાં દેશના અગ્રણી શહેરોમાં સમાવેશ થયો છે.

કૃષિમાં મૂલ્યવર્ધન અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોના વિકાસ માટે ગોંડલ નજીક ફૂડ પ્રોસેસિંગ પાર્કની સ્થાપનાની યોજના કાર્યરત છે,જયા નજીકમાં જ જાણીતું માર્કેટ યાર્ડ છે. આ ઉપરાંત અમૂલ પ્લાન્ટ રૂ. 1200 કરોડના ખર્ચે સ્થપાનાર છે જેથી દૂધ, ફળો અને શાકભાજીના નિકાસ માટેના એકમો રાજકોટ જિલ્લામાં સ્થપાઈ શકે તેવી પૂરી સંભાવના છે. રાજ્કોટ જિલ્લામાં કુલ ૧૪ GIDC કાર્યરત છે અને નવી ૪ GIDC નાગલપર, પિપરડી, ખીરસરા-2 અને છાપરા ખાતે વિકસાવવામાં આવી રહી છે. ૧૦ જેટલા વિશિષ્ટ ઔદ્યોગિક પ્રદેશ (SIR)ની જરૂરિયાત છે, જેમા L&T, GE જેવા મોટા ઉદ્યોગો માટે પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ હોવી ઇચ્છનીય છે.

રાજકોટના વિકાસ માટે NH-27 દ્વારા અમદાવાદથી સીધો સિક્સ-લેન હાઈવે જોડાણ છે. રાજકોટ-જેતપુર સિક્સ લેન રોડ કાર્યરત છે, તથા રૂ. 900 કરોડના ખર્ચે નવો ફોર-લેન રિંગ રોડ બનાવાશે. હીરાસર રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે. રાજકોટ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, ગોવા સહિત 8 થી વધુ શહેરો સાથે જોડાણ ધરાવે છે તથા એર કાર્ગો માટે દુબઈ અને ગલ્ફ દેશો માટે વધુ એર લિંક્સની જરૂરિયાત જણાઈ રહી છે. રેલ માર્ગ મારફતે રાજકોટ પશ્ચિમ રેલવેનું બ્રોડ ગેજ નેટવર્ક ધરાવે છે, જે રાજકોટ શહેરને આસપાસના શહેરો અને જિલ્લાઓને દેશભરમાં જોડે છે.

નવિનતા અને ઔદ્યોગિક વૈવિધ્યતા સભર વિકાસ માટે લોજિસ્ટિક પાર્ક અને વેરહાઉસ, એવિએશન યુનિવર્સિટી અને એરોસ્પેસ પાર્ક, ટ્રાન્સપોર્ટ હબ માટે શાપર-મેટોડા ઉદ્યોગ વિસ્તાર પાસે ટ્રક ડ્રાઈવરો માટે વિશિષ્ટ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવામાં આવશે. કન્ટેનર ટર્મિનલ: માલવાહન વધતા પ્રવાહ માટે રેલવે સ્ટેશન નજીક જરૂરીયાત જણાઈ રહી છે.

રાજકોટમાં રૈયા વિસ્તારમાં 930 એકરમાં રૂ. 565.11 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી વિકસાવવામાં આવ્યું છે. ટુરિઝમ સર્કિટ અંતર્ગત આજી રિવરફ્રન્ટ, ખંભાલીડા ગુફાઓ, ભાદર ડેમ, OSAM હિલ્સ, પ્રદયુમન પાર્ક, ગાંધી મ્યુઝીયમ, રીઝીયોનલ સાયન્સ સેન્ટર જેવા સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે.

IT પાર્ક અને રત્ન આભૂષણ પાર્કના વિકાસ માટે RUDA વિસ્તારમાં 41,395 ચો.મી. જમીન ફાળવાઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ 8 પ્રકારના ખનિજ ઉપલબ્ધ છે. એજ્યુકેશન હબ તરીક વિકસાવવા માટે 32 ટેકનિકલ કોલેજ અને 14 ITI સંસ્થાઓ કાર્યરત છે. મારવાડી, સૌરાષ્ટ્ર, આર.કે., આત્મીયા યુનિવર્સિટી જેવા NAAC માન્યતાપ્રાપ્ત સંસ્થાઓ છે. ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન (GSDM) અને પીએમ કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ તાલીમ પ્રદાન કરવામાં આવે છે. સેમસંગ ટેક્નિકલ સ્કૂલના સહયોગથી લેટેસ્ટ ટેક્નોલોજીની તાલીમ આપવામાં આવે છે. અદાણી અને ટાટા જેવા ઉદ્યોગ સાથે સોલાર ઘટકો પર આધારિત ભવિષ્યની તાલીમ યોજના અમલીકરણમાં છે.

રાજકોટ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મેડિકલ ટુરિઝમ વિકસાવવા માટે AIIMS રાજકોટ, પી.ડી.યુ મેડિકલ કોલેજ અને પદમકુંવરબા હોસ્પિટલ પણ કાર્યરત છે. મેડિકલ ટુરિઝમ અને વેલનેસ સેન્ટરના વિકાસ માટે NRI પ્રવાસ અને આરોગ્ય સુવિધાઓના આધારે વિકાસની અપાર શક્યતાઓ રહેલી છે.

‘ગ્રીટ’ (GRIT) ની ટીમ રાજકોટ જિલ્લાની મુલાકાત દરમિયાન લોધિકા GIDC ઔદ્યોગિક વસાહત, શાપર-વેરાવળ ઔદ્યોગિક વસાહત, જેતપુર ટેક્સટાઇલ ક્લસ્ટર, રાજકોટ મશીન ટૂલ ક્લસ્ટર, રાજકોટ બેરિંગ ક્લસ્ટર, ઓટો પાર્ટ્સ યુનિટની મુલાકાત તથા જ્વેલરી યુનિટની મુલાકાત લેશે

Back to top button
error: Content is protected !!