પોલીસ વિરુદ્ધ હપ્તા ઉઘરાવવાનો આરોપ ભાજપનાં જ નેતાએ લગાવ્યા
પાટણ પોલીસ વિરુદ્ધ હપ્તા ઉઘરાવવાનો આરોપ ભાજપનાં જ નેતાએ લગાવ્યા હતા. ભાજપના જ વરિષ્ઠ નેતા કે.સી.પટેલે ગંભીર આરોપ લગાવ્યો હતો. બહારથી આવતા વાહનચાલકો પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાનો આરોપ લગાવ્યો હતો. બહારથી આવતા વાહનચાલકો પાટણમાં નહી આવતા હોવાની ફરિયાદ દાખલ કરી છે. પાટણ આવે તો પોલીસ 500,1000 રૂપિયાનો તોડ કરે છે. અન્ય શહેરોમાં જાય છે પણ વાહનચાલકો પાટણ આવવાનો ઇન્કાર કરે છે. નિવેદનને લઈને પાટણના SP વી.કે.નાઈએ પ્રતિક્રિયા આપી છે.
ઘટના અંગે વિગતે મળી માહિતી અનુસાર ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ દ્વારા પાટણ પોલીસને લઈને ચોંકાવનારૂ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમને ક્યાંક પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી હપ્તાખોરી કરતી હોય તેવી રીતે નિવેદન આપવામાં આવ્યું છે.
પાટણ ખાતે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ કે જેઓની હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. જેને લઈને તેમનું સન્માન સમારોહ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં કે સી પટેલ દ્વારા પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી હપ્તાખોરી કરતું હોય તેના જ કારણે ક્યાંક પાટણમાં વેપાર ધંધા પર અસર પડી રહે છે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. નિવેદનમાં કે સી પટેલે કહ્યું કે, પાટણમાં કોઈપણ વાહન ચાલકો ખરીદી કરવા કે ભાડે આવતા નથી તે મહેસાણા, હારીજ કે રાધનપુર તરફ જાય છે તેનું કારણ છે કે જો વાહન ચાલકો પાટણ આવે તો પાટણના પ્રવેશ માર્ગ પર પોલીસ દ્વારા તે વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયાનો ફરજીયાત તોડ કરવામાં આવે છે. જેથી તેઓ પાટણ આવવાંનું ટાળે છે. જેની સીધી અસર પાટણ શહેરના વેપાર ધંધા પર પડી રહે છે. ત્યારે ભાજપના નેતાનું પાટણ પોલીસને પ્રત્યેના આ નિવેદન ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે કે શું ખરેખર પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી આપતા વસૂલી કરતી હશે.
ભાજપ નેતા કે.સી પટેલના પોલીસની પૈસા વસૂલી બાબતેના નિવેદન પર પાટણ એસ.પી. વીકે નાઈ દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાટણ શહેર ટ્રાફિક તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોને ઉલંઘન કરતા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરાતી હોય છે પરંતુ આ રીતે હપ્તાહ વસૂલી થતી હોય તેવું કઈ સામે આવ્યો નથી. હાલ સોશિયલ મીડિયામાં જે નિવેદન સામે આવ્યું છે તે બાબતે તપાસ કરવામાં આવશે. બીજી બાજુ આજ દિનસુધી હપ્તાખોરી થતી હોય તેવું કોઈ મને કે કંટ્રોલરૂમમાં ફરિયાદ મળેલ નથી. જેવા નિવેદન આપી પોલીસનો લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા.
પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી પૈસા વસૂલી કરવાના નિવેદન બાબતે વેપારી એસોસિએશનના પ્રમુખે પણ પ્રતિક્રિયા આપી કે, પટેલ ભાજપમાં ઘણા હોદ્દાઓ પર રહી ચૂકેલ છે અને મોટા ગજાના આગેવાન છે અને આ વિસ્તારથી વાકેફ છે તેમને ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાંથી ફરિયાદ મળેલી હશે. એટલે જ તેમને આવું નિવેદન આપ્યું છે. પાટણમાં પણ છેલ્લા ઘણા સમયથી ગ્રાહકો ઓછા આવે છે અને મંદીનો માહોલ છે એટલે આ વાત ક્યાંક તેને અસર કરતી હશે અને કે સી પટેલે જે વાત કરી છે તે વાતમાં કંઈક તથ્ય જણાય છે.