બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સમરસ ગ્રામ પંચાયતોને દસ લાખ રૂપિયા ની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી

કિરીટ પટેલ બાયડ
આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે ત્યારે ગામડાઓમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને ચૂંટણી લડતાં ઉમેદવારો વચ્ચે કોઈ વૈમનસ્ય ઊભું ન થાય તે હેતુથી સરકારે સમરસ ગ્રામ પંચાયતોને અનુદાન આપવાની જાહેરાત કરેલી છે આ રકમથી ગ્રામ પંચાયતો લોકહિત ના કાર્યો કરીને લોકોના કલ્યાણકારી કામો જેવા કે પાણી રસ્તા સ્ટ્રીટ લાઈટ જેવા અનેક સુવિધાયૂકત કામો કરીને પ્રજાલક્ષી કાર્યો કરી શકે ગામડાઓમાં ચૂંટણી ટાણે પ્રતિસ્પર્ધી ઉમેદવારો તેમજ તેમના સમર્થકો વચ્ચે ઘર્ષણ ના થાય તેમ જ કોઈ વેર ઝેર ઉભા ન થાય તે હેતુથી સરકારનો આ ઉમદા અભિગમ છે બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ બાયડ માલપુર વિધાનસભા મત વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોમાં પણ જે ગ્રામ પંચાયત સમરસ બનશે તે પંચાયતને સરકાર તરફથી આપવામાં આવતા અનુદાન ઉપરાંત ધારાસભ્ય ફંડ માંથી 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી છે આવા ઉમદા સેવાભાવી કાર્ય થકી ગામડાઓની કાયાપલટ કરીને લોકોની સુખ સુવિધામાં સહભાગી થવા વિધાનસભા મત વિસ્તારના લોકોને અપીલ કરી છે




