જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ટંકારીયા ગામે આસીસ્ટન્ટ ડ્રેસ મેકર સ્કીલ તાલીમનો શુભારંભ કરાયો.



સમીર પટેલ, ભરૂચ
ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ જીલ્લામાં વોકેશનલ સ્કીલ તાલીમનાં કાર્યક્રમો ચલાવવામાં આવે છે જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે કોલોબ્રેટિંગ એજન્સી મોહસીને આઝમ મિશન ટ્રસ્ટ હાઈસ્કૂલનાં સહયોગથી ૨૦ બહેનો માટે આસીસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમનું આયોજન કરી આજરોજ મોહસીને આઝમ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઈશાકભાઇ માણકી, ટ્રસ્ટી શ્રી યાકુબભાઈ બોડા, શાળાનાં આચાર્ય કુમારી મહેતાબબેન પઠાણની ઉપસ્થિતિમાં નિયામક શ્રી ઝયનુલ આબેદીન સૈયદ દ્વારા ઉદઘાટન કરાયું હતું અને તાલીમઆર્થીઓને જરનલ વિગેરેનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું આ પ્રસંગે નિયામકશ્રીએ ભારત સરકારની આ યોજના તથા તાલીમનું મહત્વ તેમજ સિદ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને NCVET પ્રમાણપત્ર અંગે વિસ્તૃત ચર્ચા કરી લાઈવલીહૂડ સેલ તેમજ તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજ્ગાર અને આત્મ નિર્ભરતા માટે સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડી હતી.
અતિથિ વિશેષ પદે શ્રી એમ. એ. ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી ઈશાકભાઇ માનકી દ્વારા પોતાના ઉધબોધનમાં જે.એસ.એસ. ભરૂચનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં અન્ય તાલીમ કાર્યકમો આ ગામમાં યોજાય તે માટે રજૂઆત કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન તથા આભાર વિધિ શાળાનાં શિક્ષક શ્રી મુસ્તાકભાઈ પટેલ દ્વારા કરાઈ હતી.




