જાદર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરેલ બાઇક તથા વડાલીના દેલવાડા ખાતેથી ચોરેલ ટ્રેકટરની બેટરીઓ સાથે રાજસ્થાન રાજયના ત્રણ ઇસમોને પકડી કિં.રૂ.૩૬,૦૦૦ /-નો મુદ્દામાલ રીકવર કરી ચોરીના ફુલ-ર અનડીટેકટ ગુન્હા શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

અહેવાલ:- પ્રતિક ભોઈ
જાદર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરેલ બાઇક તથા વડાલીના દેલવાડા ખાતેથી ચોરેલ ટ્રેકટરની બેટરીઓ સાથે રાજસ્થાન રાજયના ત્રણ ઇસમોને પકડી કિં.રૂ.૩૬,૦૦૦ /-નો મુદ્દામાલ રીકવર કરી ચોરીના ફુલ-ર અનડીટેકટ ગુન્હા શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ જેમાં ખાસ કરી વાહનચોરીના બનાવો વધુ બનતા હોઇ આવા વાહનચોરીના ગુન્હા શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચના આધારે શ્રી ડી.સી.સાકરીયા, I/C પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની સહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એ.એસ.આઇ. કમલેશસિંહ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા આ.હે.કો. ધવલકુમાર તથા આહે.કો. પ્રકાશકુમાર તથા અ.પો.કો. જ્ઞાનદીપસિંહ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા અ.પો.કો. વિક્રમસિંહ તથા અ.પો.કો. પ્રવિણસિંહ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા આ.પો.કો. દોલતભાઈ તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ.
ઉપરોકત ટીમના માણસો તા.૦૩/૦૬/૨૦૨૫ના સરકારી વાહનમાં વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શ્યામનગર પાટીયા પાસે જતા આ.પો.કો. દોલતકુમાર બ.નં.૩૩૧ નાઓને બાતમી હકિકત મળેલ કે, “સાબરકાંઠા જીલ્લામાં મોટર સાયકલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શ્રવણ રમેશ પારધી હોન્ડા શાઇન મોટર સાયકલ લઇ બે ઇસમો સાથે ચોરીની બેટરીયો લઇ દેલવાડા તરફથી વડાલી તરફ આવે છે.” જે બાતમી હકીકત આધારે વાડોઠ ગામના પાટીયા પાસે વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબના ઇસમો હોન્ડા શાઇન મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો બે બેટરીઓ લઇને દેલવાડા તરફથી આવતાં તેઓના નામઠામ પુછી તેઓની પાસેના મો.સા. તથા બેટરીઓની માલિકી અંગેના આધાર પુરાવા માગતાં તેઓની પાસે નહી હોવાનું તેમજ સદરી હોન્ડા મો.સા. દરામલી પાસે આવેલ ભુવેલ ગામે કુવા ઉપરથી ચોરી કરેલાનું તથા દેલવાડા જતા રોડ ઉપર આવેલ કુવા ઉપર પડેલ બે ટ્રેક્ટરોમાંથી ત્રણેય જણાઓએ ભેગા મળી આ બેટરીઓની ચોરી કરેલાનું જણાવતાં ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તપાસ કરતા સદર બે ટ્રેકટરોની બેટરી ચોરીનો વડાલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર. નંબર-૧૧૨૦૯૦૫૪૨૫૦૨૮૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ.૩૦૩(૨) મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોઇ તથા જાદર પોલીસ સ્ટેશન હદમાં ભુવેલ ગામના એક કુવા ઉપરથી હોન્ડા શાઇન મોટર સાયકલ ચોરી થયેલ જે અંગે જાદર પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૪૨૫૦૩૦૪/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩ (૨) મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોઇ સદર પકડાયેલ બેટરી નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/- તથા હોન્ડા કંપનીનુ શાઇન મોટર સાયકલ નંબર-GJ.09.CP.7131 કિ.રૂ.૩૦,000/- મળી કુલ કિ.રૂ.૩૬,૦૦૦/- નો મુદ્દામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૧૦૬ મુજબ કબજે કરી સદરી ત્રણે આરોપીઓને વડાલી પો.સ્ટેના ગુન્હામાં અટક કરી વડાલી પો.સ્ટે. ખાતે સોપેલ છે.
પકડાયેલ આરોપી
(૧) શ્રવણ ઉર્ફે બોડો સ/ઓ રમેશ ધુળા પારધી ઉ.વ.૨૨ મુળ રહે.મેડી મોટુ ફળીયુ તા. કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન હાલ રહે.કેસરીસિંહ અમરસિંહ કુંપાવતના કુવાની ઓરડી પર નેત્રામલી તા.ઇડર જી.સાબરકાંઠા
(૨) વિક્રમ સ/ઓ રમેશ ધુળા પારધી ઉ.વ.૧૮ મુળ રહે.મેડી મોટુ ફળીયુ તા. કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન હાલ રહે.નેત્રામલી ગામે નરેન્દ્રસિંહ તેજસિંહ કુંપાવતના ખેતરમાં ઓરડી પર તા.ઇડર, જી.સાબરકાંઠા
(૩) સુરેશ સ/ઓ છાજુ વાઘા પારધી ઉ.વ.૨૧ મુળ રહે.ઉબડીયા રોહીઢા ફળો તા કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન હાલ રહે.નેત્રામલી ગામે નરેન્દ્રસિંહ તેજસિંહ કુંપાવતના ખેતરમાં ઓરડી પર તા.ઇડર જી.સાબરકાંઠા
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ
(૧) શ્રવણ ઉર્ફે બોડો સ/ઓ રમેશ ધુળા પારધી રહે.મેડી મોટું ફળીયુ તા. કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન (૧) જાદર પો.સ્ટે. પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૨૦૯૦૨૪૨૦૦૪૬૮/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯
(૨) વડાલી પો.સ્ટે.પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૪૨૦૦૭૧૬/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯
(૪) ઇડર પો.સ્ટે. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૦૦૧૨૦/૨૦૧૯ ઇપીકો ક.૩૭૯
(૫) ઇડર પો.સ્ટે. પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૦૧૦૭૫/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯
(5) ઇડર પો.સ્ટે. પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૨૦૯૦૨૦૨૦૧૨૯૫/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯
(૭) ઇડર પો.સ્ટે. પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૨૦૯૦૨૦૨૦૧૧૮૭/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯
(૮) ઇડર પો.સ્ટે. પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૨૦૯૦૨૦૨૦૧૧૮૯/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯
(૯) ઇડર પો.સ્ટે. પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૦૧૦૬૩/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯
(૧૦) ઇડર પો.સ્ટે. પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૦૧૦૭૨/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯
(૧૧) અરવલ્લી જીલ્લો, ભિલોડા પો.સ્ટે. પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૧૮૮૦૦૩૨૧૦૪૮૫/૨૦૨૧ ઇપીકો ક.૩૭૯
(૧૨) ઇડર પો.સ્ટે. પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૦૦૧૫૩/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯
(૧૩) ઇડર પો.સ્ટે.પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૦૦૧૬૩/૨૦૨૦ ઇપીકો ક.૩૭૯


