DAHODGUJARAT

દાહોદ જિલ્લા પ્રોગામ ઓફીસર ઇરા ચૌહાણએ દાહોદ ઘટક-1 ની આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી

તા.૦૪.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા પ્રોગામ ઓફીસર ઇરા ચૌહાણએ દાહોદ ઘટક-1 ની આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી

કામગીરીમાં ગંભીર ક્ષતિઓ જણાતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કાર્યકર બહેનોને છુટા કરવા સૂચના આપાઈ દાહોદમાં દાહોદ જિલ્લા પ્રોગામ ઓફીસર ઇરા ચૌહાણ દ્વારા દાહોદ તાલુકાના દાહોદ ઘટક-1 ની આંગણવાડી કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન રાબડાળ – 4 આંગણવાડી કેન્દ્રમાં ઘણી ક્ષતિઓ જોવા મળી હતી.આ દરમ્યાન કેન્દ્રમાં સ્વચ્છતાનો અભાવ હતો, 11:30 વાગ્યા હોવા છતાં સવારનો નાસ્તો બાળકોને આપેલ ન હતો, કેન્દ્રમાં કોઈ પણ બાળક 3 થી 6 વર્ષના બોલાવેલ નહોતા, આંગણવાડીમાં બાળકોની પૂર્વ પ્રાર્થમિક શિક્ષણની પ્રવૃત્તિ કરાવેલ નહોતી, યોજનાને લગતી અન્ય કામગીરી સમયપત્ર મુજબ કરવામાં આવી નહોતી, રેકર્ડ રજીસ્ટરો નીભવેલ નહોતા, લાઇટ અને પંખો બંધ હાલતમાં હતા, અત્યારે જ ટૂંક સમય પહેલા રીપેર થયેલ કેન્દ્રમાં કલરકામ પણ ખરાબ કરેલ હતું.આ દરમ્યાન આવી ગંભીર પ્રકારની પ્રકારની ક્ષતિઓ જોવા મળતાં આંગણવાડી સ્ટાફને આ તમામ ક્ષતિઓને બને એટલા જલ્દી સુધારવા માટેની સખત શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી. જો કે, આ અગાઉ પણ કેન્દ્રની આ મુલાકાત લેવામાં આવી હતી જે દરમ્યાન પણ આવી ક્ષતિ ઓ જણાતાં કામગીરીમાં સુધારો માટે સૂચનો આપવામાં આવ્યા હતા. પરંતુ હાલ કોઈ સુધારો જોવા ન મળતાં આ બાબતને ગંભીરતાથી લઈને રાબડાલ 4 કેન્દ્રના વર્કર બહેનને છુટ્ટા કરવા માટેની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!