BHARUCHJHAGADIYA

રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ઈદ ના તહેવાર ને લઇ શાંતિ સમિતિ ની બેઠક મળી હતી

રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ઈદ ના તહેવાર ને લઇ શાંતિ સમિતિ ની બેઠક મળી હતી

 

રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ એચ.બી.ગોહિલ ની અધ્યક્ષસ્થાને ઈદના તહેવાર ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઇ

 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આગામી યોજાનાર ઈદ ના તહેવાર ને લઇ શાંતિ સમિતિની બેઠક મળી હતી તહેવારને અનુલક્ષીને કાયદા વ્યવસ્થાના ભાગરૂપે રાજપારડી પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.બી.ગોહિલ ની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે રાજપારડી પોલીસ મથકના પીઆઇ એચ.બી.ગોહિલ દ્વારા આગેવાનોને જરૂરી સુચનાઓ આપી હતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેક ને ખાસ સૂચનાઓ આપવામાં આવી તહેવારોની ઉજવણી શાંતિમય માહોલમાં તેમજ કાયદામાં રહીને કરવાની ખાસ તાકિદ કરવામાં આવી હતી આ બેઠકમાં રાજપારડી ગામ તેમજ રાજપારડી પોલીસ મથક વિસ્તારના આગેવાનો એ હાજરી આપી હતી.

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!