
ઝઘડીયાના સુલતાનપુરા ખાતે પોલીસ ભરતી માટે ચાલતા તાલીમ કેન્દ્રની ધારાસભ્ય દ્વારા મુલાકાત કરવામાં આવી .

ઝઘડીયાના સુલતાનપુરા કોમ્યુનિટી હોલ ખાતે છેલ્લા બે માસથી પોલીસ ભરતી માટે ઈચ્છુક ઉમેદવારો માટે લેખિત પરીક્ષાની તાલીમ માટેનું આયોજન અનુભવી તાજગનો દ્વારા ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું છે. જેનું આજરોજ ધારાસભ્ય દ્વારા તાલીમ કેન્દ્ર ની મુલાકાત કરી તાલીમ લેતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને જરુરી તેમજ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કોઈ પણ સમસ્યા હોયતો સીધોજ મારો સંપર્ક કરવા વિધાર્થીઓને જાણવાયું હતું ત્યાર બાદ વિધાર્થીઓ તેમજ વિધાર્થીનીઓ એ તાલીમ માટેનું સુંદર આયોજન કરવા બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ઝઘડીયા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ ઉપસ્થિતિ રહ્યા હતા.
ઈરફાનખત્રી
રાજપારડી




