GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા જલાલપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરીએ સાથે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ- નવસારી  ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ *

*આપણી આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવા તથા પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે સંકલ્પબદ્ધ બનીએ – નવસારી મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી*

નવસારી મહાનગરપાલિકા દ્વારા જલાલપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી અંતર્ગત નવસારીના ધારસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ અને નવસારીના મહાનગરપાલિકા કમિશ્નરશ્રી દેવ ચૌધરી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણની રક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરીને પર્યાવરણના જતન અને સંવર્ધનનાં સંદેશા સાથે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જણાવ્યું હતું કે પર્યાવરણ જોખમાવવાની વિકટ સમસ્યાના એક માત્ર ઉપાયરૂપે ‘વધુ વૃક્ષો વાવો’ની ઝુંબેશ અતિ અનિવાર્ય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ સામે લડવા વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સૌ સંકલ્પ લઈને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરીએ સાથે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ સંકલ્પબદ્ધ બનીએ.
કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દેવ ચોધરીએ પ્લાસ્ટિકનો ઉપયોગ જીવનમાં શક્ય તેટલો ઓછો કરવા અને આપણી આસપાસના વિસ્તારોને ગ્રીન અને સ્વચ્છ બનાવવા તથા પર્યાવરણનું સરક્ષણ કરવા માટે સંકલ્પબદ્ધ બનીએ. ઉપરાંત, માન. વડાપ્રધાનશ્રી દ્વારા શરુ કરવામાં આવેલ ‘એક પેડ માં કે નામ’ અને ‘કેચ ધ રેઈન’ અભિયાનમાં જનભાગીદારીના માધ્યમ થકી સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ, મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ વ્રુક્ષારોપણ કાર્યક્રમમાં વાંસદા પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય, નવસારી ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, નાયબ મ્યુનીસીપલ કમિશ્નરશ્રી જે યુ વસાવા, મહાનગરપાલિકાના કર્મચારીશ્રીઓ તથા પર્યાવરણપ્રેમી ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!