નરેશપરમાર. કરજણ,
શ્રી ઓસારા વાળા માતાજી નો 34મો પાટોત્સવ ઉજવાયો
દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વયં સેવક ગૃપ દ્વારા માતાજી ની શાલગીરા નું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ ના ઓસરા ગામમાં આવેલ સુપ્રસિદ્ધ વિશ્વશાન્તિ મહાકાળી માતાજી ના મંદિરે દર મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય આજ રોજ માતાજી ના મંદિર ની પ્રાણ પ્રતિસ્થા ના 34 વર્ષ પૂર્ણ થાય છે માતાજી ની શાલગીરા જેઠ-સુદ દશમ (પ્રાણપ્રતિષ્ઠા દિને) તા- 5-6-2025ને ગુરવાર ના રોજ હોવાથી માતાજીનું મંદિર સવારે – ૭:૩૦ થી સાંજે-૭:૩૦ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું તેમજ માતાજીનું મૂળ સ્થાનક સવારે-૧૧ઃ૧૫ થી ૩:૧૫ કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવ્યું હતું જે વર્ષ માં એક વાર ખોલવામાં આવે છે માતાજી ના મૂળ સ્થાનક ના દર્શન કરવામાં માટે આજે ઓસરા માતાજી ના મંદિરે મોટી સંખ્યા માં ભક્તો ની ભીડ જોવા મળી હતી