MORBI:મોરબી જિલ્લામાં સિંચાઈ મુદ્દે રાજકારણ ગરમાયુ! “પાણી આવ્યા પહેલા પાળ બાંધવી” તે કોઈ મોરબીના ધારાસભ્ય પાસેથી શીખે : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

MORBI:મોરબી જિલ્લામાં સિંચાઈ મુદ્દે રાજકારણ ગરમાયુ! “પાણી આવ્યા પહેલા પાળ બાંધવી” તે કોઈ મોરબીના ધારાસભ્ય પાસેથી શીખે : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
મોરબી જિલ્લામાં સિંચાઈ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રસ્તા રોકો આંદોલનનું એલાન આપતા ધારાસભ્યએ તેની તીખી પ્રતિક્રિયા આપી આજે રાત્રે જ પાણી છોડવામાં આવશે તેવી જાહેરાત કરતો વિડીયો જાહેર કર્યો હતો. જો કે તેના જવાબમાં જિલ્લા ભાજપ પ્રમુખે એવું કહ્યું કે તમે વિડીયો બનાવવાની સાથે ખેડૂતોને પણ બનાવો છો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે “પાણી આવ્યા પહેલા પાળ બાંધવી” તે કોઈ મોરબીના ધારાસભ્ય પાસેથી શીખે, એ પણ એક વિડીયો બનાવીને, વિડીયો બનાવે એ તો ઠીક પણ ખેડુતોને બનાવે છે, હવે તો જાગો, શરમ કરો ૩૦ વર્ષથી ધારાસભ્ય છો અને તમારી સરકાર જો કેનાલ રીપેરીંગના નામે ચાર માહિના કાઢે અને એ પણ એવા સમયે જયારે સાચા અર્થમાં ખેડુતોને પાણીની જરૂર હોય, ચોમાસાનું આગોતરૂ વાવેતર જો મોડુ થાય તો શિયાળું વાવેતરમાં પણ ખેડુતોને મુશ્કેલીઓ વેઠવી પડે. આપ ડંફાસ મારતા ધારાસભ્યને ખેડુતો પ્રત્યે સાચી હમદર્દી હોય તો ક્યારે પાણી આપવું તે તમને ખબર હોવી જોઈએ.કેનાલ પર જઈને તમારી સરકારના કોન્ટ્રાકટર અને અધિકારીઓને ધમકાવો છો. પરંતુ પાણી આવતું હોય તો ખેડુતો બધુ કરી શકે, પરંતુ તમારી આવડત તો ખાલી વિડીયો બનાવાની હોય તેવું સાબીત થાય છે. બાકી ઢાંકીથી કે જે ૧૫૦ કિલોમીટર દૂર છે એ તો તમને અને તમારી સરકારને પણ ખબર હોવી જોઈએ અને જો કે ખબર જ છે તો આગોતરુ આયોજન કરીને પાણી હજુ સુધી કેમ નથી પહોંચ્યું? આગોતરુ આયોજન કરવાના બદલે આવા વિડીયો બનાવો છો પરંતુ ખેડુતો ગેરમાર્ગે નહી દોરાય.સત્ય હકીકત તો એ છે કે માળીયા બ્રાન્ચ કેનાલમાં હજુ પાણી આવતા ઘણો સમય લાગશે. મોરબી મચ્છુ ડેમ-૨ નીચે આવતા કમાનમાં પાણી આવતા પણ હજી થણો સમય લાગશે અને ખેડુતોની હાલત હાલ અતિ દયનીય છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા રોકો આંદોલનની ચિમકી આપતા ધારાસભ્યને ખબર પડી કે કોંગ્રેસ સાચા અર્થમાં ખેડુતોને પડખે છે. ચિંમકી ઉચારવાની સાથે ધારાસભ્યની ઊંઘ ઉડી અને ખેડુતો માટેની હમદર્દી ઉભી કરવા પોતાની એક માત્ર આવડતનો ઉપયોગ કર્યો. ધારાસભ્યની આ આવડતને મોરબીની જનતા, મોરબીના ખેડુતો, મોરબીના નાના વેપારીઓ તેમજ મજુરથી લઈ તમામ લોકો છેલ્લા ૩૦ વર્ષથી જોતા આવે છે એ આવડત એટલે “વિડીયો બનાવવો”.બીજી તરફ તમે ખેડુતોને ગુંડા કહો છો, પાણી ચોર અને માથાભારે કહો છો તે પણ ખેડુત જ છે અને એ ખેડુતોને પાણી ચોરી કરવાનો શોખ તો થતો નહીં હોય પરંતુ તેની પણ મજબુરી હશે અને એ મજબુરી પાછળનું કારણ એટલે આપની સરકારની નાકામી, કારણ કે આપની સરકાર ખેડુતોને પાણી પહોંચાડવાના આગોતરા આયોજનમાં નિષ્ફળ નિવડી છે તે સત્ય છે અને તમારા ભાષણ પરથી પણ સાબિત થાય છે. પરંતુ હવે ખેડુતો સજાગ છે, જાગૃત છે, ખેડુતોના હકક માટે કોંગ્રેસ લડાઈ લડશે. હર હંમેશ ખેડુતોની સાથે રહેશે. હવે ખેડુતોને પોતાના હકકનું પાણી નહીં મળે તો રસ્તા રોકો આંદોલન થઈને જ રહેશે.










