DAHODGUJARAT

દાહોદના વિશ્વકર્મા મંદિરના દ્રિતીય પાટોત્સવ નિમિત્તે પંચાલ સમાજ નવ યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો* 

તા૦૫.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના વિશ્વકર્મા મંદિરના દ્રિતીય પાટોત્સવ નિમિત્તે પંચાલ સમાજ નવ યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

ચાલો કરીએ રકતદાન મળશે કોઈને જીવતદાન દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને દાહોદ પંચાલ સમાજ નવયુવક મંડળ દાહોદ દ્વારા વિશ્વકર્મા મંદિર ના દ્રિતીય પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ની સાથે સાથે ” માય બ્લડ સેન્ટર” ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ મંદિર ના પ્રાંગણમાં યોજાયો હતો દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં , પણ દિલમાં શું હતું એ જોવાનું છે રક્તદાન માટે પંચાલ સમાજની મહિલાઓ ની અનોખી પહેલ જેમાં મહિલાઓ એ પહેલી વખત રક્તદાન કરી સિંદૂર માત્ર શૃંગાર નહીં પણ સેવા અને સામર્થ્યુ નું પ્રતીક છે તે પુરવાર કર્યું મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રકતદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સાંજે ૦૫:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધીમાં કુલ:-૩૦ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા આ રકતદાન કેમ્પમાં પંચાલ નવયુવક મંડળ ના પ્રમુખ દ્વારા તમામ રક્તદાતાઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!