GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અર્થે વૃક્ષારોપણ કરાયું

તા.૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ-વીંછિયાના પ્રાંત અધિકારીશ્રી રાહુલભાઈ ખાંભરાના માર્ગદર્શન હેઠળ વીંછિયા તાલુકા મામલતદાર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ” ગુજરાત અભિયાન” અંતર્ગત શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાલક્ષી કાર્યવાહી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વન વિભાગ, મંદિર અને સ્વૈચ્છિક સંસ્થાઓના કર્મીઓએ સાથે મળીને મંદિર પરિસર, આસપાસના રસ્તાઓ અને જાહેર સ્થળોએથી કચરો, પ્લાસ્ટિક અને અન્ય બિન ઉપયોગી વસ્તુઓ એકઠી કરીને સાફસફાઈ કરી હતી. તથા એકત્રિત કરાયેલા ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે, નિયત સાઇટ પર યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

સ્વચ્છતાની સાથેસાથે ભવિષ્યની પેઢી માટે હરિયાળું વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશથી વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ પ્રવૃત્તિએ ઉપસ્થિતોને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું

Back to top button
error: Content is protected !!