GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

 

 

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૨૭/૦૫/૨૦૨૫ થી ૦૨/૦૫/૨૦૨૫ સુધીમાં ૦૨ હોસ્પિટલમાં ૧૫ સ્ટાફને તથા ૦૪ હોટલમાં ૩૭ સ્ટાફ ને તથા મકનસર પોલીસ હેડ ક્વાટર ખાતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પમાં ૧૩૦ બાળકોને ખાતે ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ. તા.૩૧/૦૫/૨૦૨૫ ના રોજ ઓપરેશન શિલ્ડની સિવિલ ડીફેન્સ અંતર્ગત ડ્રોન અટેકની મોકડ્રીલ મોરબી જીલ્લામાં ઇબીઝા સિરામિક વાંકાનેર મોરબી હાઈવે ખાતે કરવામાં આવેલ જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા સફળતા પૂર્વક ડ્રીલને પૂર્ણ કરેલ. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગ રૂપે હોટલ, સમાજવાડી અને કોમ્પ્લેક્ષ જેવી બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. તેમજ મોરબી શહેરમાં જુદી જુદી ૦૫ જગ્યા એ આગ લાગવાના બનાવ અને ત્રણ રેસ્ક્યુકોલ બનેલ જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ત્વરિત ઘટનાસ્થળ પર પોહચીને ઈમરજન્સી સેવા આપેલ.

આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલમાં આવેલ લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.

Back to top button
error: Content is protected !!