GUJARATMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદના કેદારીયા ગામે વાડીએ મકાનની બાજુમાં કચરામાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
HALVAD:હળવદના કેદારીયા ગામે વાડીએ મકાનની બાજુમાં કચરામાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
હળવદ તાલુકાના કેદારીયા ગામની પાછળ આરોપીની વાડીએ રહેણાંક મકાનની બાજુમાં કચરામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂ કિં રૂ.૪૫૨૮૦ ના મુદ્દામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના કેદારીયા ગામની પાછળ આરોપીની વાડીએ રહેણાંક મકાનની બાજુમાં કચરામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ મળી કુલ કિં રૂ. ૪૫૨૮૦ ના મુદ્દામાલ સાથે આરોપી શ્રવણ જયંતીભાઇ જીંજુવાડીયા (ઉ.વ ૨૭) રહે. ગામ કેદારીયા તા.હળવદવાળા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન ધારા તળે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.