નવસારી “વન છે તો જીવન છે” એ થીમ પર આધારિત” જંગલ ને જીવવા દો”શેરી નાટક ભજવાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિતે નવસારી દાંડી રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે વન છે તો જીવન છે તે થીમ પર આધારિત જંગલ ને જીવવા દો ભજવાયું. પ્રસ્તૃત નાટક માં માણસ અને ઈશ્વર ની દુનિયા ની વાત છે.ઈશ્વરની દુનિયા માં વૃક્ષો,જંગલ,અને પ્રકૃત્તિ ની સુંદરતા ની વાત છેજ્યારે માણસ દ્વારા વિકાસ અને વિનાશ ની પ્રવૃત્તિઓ માં ભોલીયો અને વન દેવી ના સંઘર્ષ ની વાત છે.
આ સાથે વૃક્ષો વાવો, તેનું જતન કરી.વૃક્ષો ની સેવા થકી ધરતી માં ની સેવા થશે.તે વાત નાટક ના માધ્યમ થકી કરવામાં આવી હતી. પ્લાસ્ટિક નું પ્રદૂષણ કેટલું ખતારનાક જીવ સૃષ્ટિ અને દરિયાઇ સૃષ્ટિ માટે પણ છે. વાયુ પ્રદુષણ, જળ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા વિષયો નાટક દ્વારા સચોટ રજૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મામલતદાર મૃણાલ દાન ઇસરાની ઉપસ્થિતિ રહ્યા હતા. ડૉ કાળુ ભાઈ ડાંગરે તેમના અનુભવો જણાવ્યા હતા.લોકો દ્વારા ફેંકાયેલા પ્લાસ્ટિક ગાંધી ચિંધ્યા માર્ગે પોતે જાતે પ્લાસ્ટિક એકત્રિત દાંડી કાંઠા વિસ્તારો માં એકત્રિત કરતા હતા.તેમના કામની અસર થી ત્યાં ગંદકી અને પ્લાસ્ટિક ના કચરાનું નામો નિશાન નથી રહ્યું.
માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ ની દિર્ઘદ્દષ્ટિ અને સૌના અથાક પ્રયત્નથી જાગૃતિ આવી છે.સમાજ પરિવર્તન માટે ફિલ્મ અને નાટક અસરકારક માધ્યમ છે. શ્રી ડાંગરે આજુબાજુ વાડી વિસ્તારમાં ફળાઉ વૃક્ષો વાવો જેથી પક્ષીઓ અને બાળકો મીઠા ફળ ખાઈ શકે. તેવી વાત તેમના અનુભવો દ્વારા કહી.શ્રી નીલમબેન,,ત્યાંનો સમગ્ર સ્ટાફ અને મુલાકાતીઓ બહોળી એવી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ એવી પ્રવિત્ર ભૂમિ છે જ્યાં મહાત્મા ગાંધીએ મીઠાના સત્યાગ્રહ થી અંગ્રેજ સલ્તનત ના પાયા માં લુણો લગાવ્યો હતો.તેવી રીતે આ જગ્યાએથી વૃક્ષો નું જતન અને પ્લાસ્ટિક ના દૂષણ દૂર કરી આપડી પૃથ્વી ને ફરી હરિયાળી બનાવીએ.જીવો અને જીવવા દો ની સંદેશ આ પવિત્રભૂમી માંથી ફેલાવીએ.
જંગલ ને જીવવા દો નાટય લેખન અને દિગ્દર્શન ભરત પંચોલી નું છે. મુકેશ જાની , રશ્મિ એન્જિનિયર, રવિ રાઠોડ, રેખા જાદવ અને ભરત પંચોલી અભિનય દ્વારા અસરકારક રજૂઆત કરી હતી.



