નવસારી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે કાલિયાવાડી બ્રિજ તથા જુનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલનું લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી તા.૮ જૂન,નવસારી શહેરના વિકાસના દ્રષ્ટિકોણે મહત્વપૂર્ણ અને ટ્રાફિક માટે જીવનરેખા સમાન નવીન કાલિયાવાડી બ્રિજનું આજે લોકાર્પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટિલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજ હાયવે અને નવસારીના કાલિયાવાડી વચ્ચેનો મહત્વપૂર્ણ સંપર્ક બિંદુ છે,
નવસારી મહાનગરપાલિકાનાં કાલીયાવાડી વિસ્તારમાં કલેકટર કચેરી પાસે કાલીયાવાડી ખાડી પર આવેલ જૂનો બ્રીજની પહોળાઈ ૧૮ મીટર હતી. જેમાં ટ્રાફિકનાં ઘણા પશ્નો ઉદ્ભવતા હતા. આજ રોજ લોકાર્પણ થયેલ નવીન બ્રીજની પહોળાઈ ૨૪ મીટર તેમજ લંબાઈ ૪૦ મીટર કરી બનાવવામાં આવેલ છે. જેને આધુનિક સુવિધાઓ સાથે નાગરિકોને અર્પણ કરવામાં આવ્યો છે. બ્રિજનું લોકાર્પણ તથા ભવિષ્યમાં નવસારી મહાનગરના ટ્રાફિક માટે આરામદાયક અને સલામત માર્ગ સુવિધા ઉપલબ્ધ થશે તેમ નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની સાથે જુનાથાણા પાસે સ્વામી વિવેકાનંદ સર્કલનું પણ કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને વંદન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઈ , જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિ કા કમિશ્નર શ્રી દેવ ચૌધરી , જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા , નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલ તથા મહાનુભાવોની સાથે નવસારી મહાનગરના નગરજનો ઉપસ્થિતિ રહ્યા હતા.




