DEDIAPADANANDOD

ડેડીયાપાડા માં જમીન વિવાદમાં પુત્રએ સગાબાપની હત્યા કરી નાખી, પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી

ડેડીયાપાડા માં જમીન વિવાદમાં પુત્રએ સગાબાપની હત્યા કરી નાખી, પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં શારદાદેવી સ્કૂલની પાછળ આવેલા ખેતરમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી. મૃતક લક્ષ્મણ રતન તડવીના કપાળ અને મોઢા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા.

 

પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક લોકેશ યાદવના નેતૃત્વમાં ડેડીયાપાડા પોલીસ, LCB અને SOG ની ટીમોએ તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન મોબાઈલ લોકેશન, FSL અને ડોગ સ્ક્વોડની મદદથી શંકાસ્પદ વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી.

 

તપાસમાં મૃતકના પુત્ર કંચનભાઈ લક્ષ્મણભાઈ તડવી (રહે. બંગ્લા ફળિયું, ડેડીયાપાડા) પર શંકા ગઈ. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે 25 જૂનની રાત્રે લગભગ 11 વાગ્યે જમીન વિવાદની અદાવતમાં તેણે કુહાડી વડે પિતા પર હુમલો કરી તેમની હત્યા કરી હતી LCB PI આજે ચૌધરી, SOG PI વાય.એસ. શીરસાઠ, ડેડીયાપાડા PI પી.જે. પંડ્યા અને PSI ડી.આર. રાઠોડની ટીમે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!