
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ: દુષ્કર્મના આરોપીને મોડાસા ખાતે કોર્ટમાં રજૂ કરાયો, કોર્ટ ધ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
મેઘરજના ગ્રામ્ય વિસ્તારની ચકચારી ઘટના ને લઈ પોલીસ પણ સતર્ક બની છે અને આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ ધ્વારા ઝીણવટ ભરી પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ 13 વર્ષીય બાળકી સાથે બનેલી ઘટના ને લઈ સૌ કોઈમાં રોષમાં છે. અને આરોપીને સખત સજા મળે તેવું લોકો ઇચ્છી રહયા છે. પોલીસે આરોપી અટક કરી મોડાસા કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટ ધ્વારા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ મંજૂર થતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે




