
ઉમલ્લા નગરમાં મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રત ની ઉજવણી

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા શિવાલય સત્સંગ ભવનમાં જેઠ સુદ પૂર્ણિમા ના પાવન અવસરે વટ સાવિત્રી વ્રત રાખનારી મહિલાઓ એ નૂતન વસ્ત્રો ધારણ કરી સમૂહ પૂજનમાં જોડાયા હતા,જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને બ્રહ્મવૃંદ દ્વારા શાસ્ત્રોક્ત વિધિસર પૂજન કાર્ય કરાવ્યા બાદ વટ વૃક્ષ ની પ્રદક્ષિણા સૂતરના તાંતણા વિટાળીને કરવામાં આવી હતી,વ્રતધારી બહેનોએ ઉપવાસ કરી જાગરણ કર્યું હતું નોંધનીય છે કે આ પારંપારિક પર્વે મહિલાઓ એ પોતાના કુટુંબ કલ્યાણ,પતિના દીર્ઘાયુ અર્થે શિવ પાર્વતીજીને પ્રાર્થના કરી ધન્યતા પ્રાપ્ય કરી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



