AHAVADANG

કેવીકે નવસારી કૃષિ યુનિવર્સિટી ડાંગનાં વૈજ્ઞાનિકો ડાંગ જિલ્લાનાં 8710 ખેડૂતોનાં દ્વારે પોહચી ખેતી વિષયક માહિતી પૂરી પાડી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ, ડાંગ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની ઉજવણી તારીખ 29-05-2025 થી 12-06-2025 દરમિયાન કરાય હતી.સદર 15 દિવસિય અભિયાનમાં ન.કુ.યુ, નવસારીનાં કુલપતિ ડો.ઝેડ.પી. પટેલ અને ICAR, ATARI-Puneનાં માર્ગદર્શનથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડાંગનાં વૈજ્ઞાનિકોએ દરરોજનાં 600થી 700 ખેડૂતોના અંગત અભિપ્રાય/સંપર્ક કરી અને દસ્તાવેજીકરણ કર્યું હતુ.આ અભિયાન દરમિયાન જુદા જુદા ગામોમાં થતા કૃષિ પાકોમાં ચોમાસુ ઋતુ પૂર્વેની તૈયારી અને પાક વાવ્યા બાદ તેમાં જરૂરી જે કંઈ નાવીન્ય ખેતી પદ્ધતિઓ અપનાવવાની હોય, તેમજ ખાસ કરીને રસાયણ મુક્ત ખેતી અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત ભાઈ બહેનોના અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યા હતા.આ અભિયાન દરમિયાન ઇનોવેટિવ ફાર્મસની માહિતી એકત્રિત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા.જેમાં કુલ ખેતીને લગતા 16 ઇનોવેશન સામે આવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન 8-8 વૈજ્ઞાનિકોની  બે ટીમ દ્વારા ખેડૂતો સાથે કૃષિગોષ્ટી, ડાયગ્નોશીશ, લેકચર, નિદર્શન પદ્ધતિ, ખેતરની મુલાકાત, ખેડૂત- વૈજ્ઞાનિક વાર્તાલાપ, સફળ વાર્તા ખેડૂતને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.આ અભિયાન દરમિયાન ડાંગ જિલ્લાના 90 ગામોમાં,30 કલસ્ટરમાં કૃષિ રથને લઇ જઈને જુદા જુદા પાકોની ખેતી પદ્ધતિઓ તેમજ પ્રાકૃતિક ખેતી દરમિયાન જુદી જુદી વસ્તુઓ જેવી કે બીજામૃત જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવી વસ્તુઓની બનાવટ, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, જમીન સરક્ષણ, કુપોષણ, સ્વચ્છતા અભિયાન, ખેડ, ખાતર, પાણી, બીજની પસદગી, આધુનિક ઓજારો, પશુપાલન, બાગાયત  જેવા વિષયો  આવરી લેવામા આવ્યા હતા.આ અભિયાનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તમામ વૈજ્ઞાનિકો, આત્મા ડાંગનો સ્ટાફ, ખેતીવાડી ખાતાનો સ્ટાફ, પ્રગતિશીલ ખેડૂતો, FPO, NGO, ફોટોગ્રાફર તથા અન્ય ટેકનિકલ સ્ટાફ વગેરે દ્વારા સતત 15 દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળ બનાવવા માટે પૂરતો પ્રયત્ન કર્યા હતા. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન દરમિયાન ડાંગ જિલ્લાના કુલ 8710 ખેડૂત ભાઈઓ અને બહેનો ખરીફ ઋતુની પૂર્વ તૈયારી વિશે માહિતગાર કર્યા હતા.આ સમગ્ર અભિયાનનું એકીકરણ અને આયોજન કે.વી.કે., ડાંગ ના વરિષ્ટ વૈજ્ઞાનિક અને વડા તથા ડાંગ જિલાના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના નોડલ અધિકારી ડો. એલ.વી.ઘેટિયાએ કર્યુ હતુ..

Back to top button
error: Content is protected !!